2028 ઓલિમ્પિકમાં બોક્સિંગ સહિત 3 રમતોમાં ભારતની બહાર જવાનો ભય

Views 190

લોસ એન્જેલસ ઓલિમ્પિકમાં ફૂટબોલને ઉમેરવાના કારણે ફિફા સાથે પણ ઘર્ષણની સ્થિતિ

લોસ એન્જેલસ ખાતે 2028માં રમાનારી ઓલિમ્પિક રમતોમાં ભારતને મોટું નુકસાન થાય તેવી ભીતિ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોક્સિંગ, વેઈટલિફ્ટિંગ અને મોડર્ન પેેન્ટાથ્લોન માટે 18 મહિનાની અંદર પોતાની વ્યવસ્થામાં સુધારો કરવા માટે ભારતને ચેતવણી આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાકે જણાવ્યું કે, બોક્સિંગ અને વેઈટલિફ્ટિંગ બંને એવી રમતો છે જે ભારત માટે સમસ્યા ઊભી કરતા હોય છે. આ રમતોમાં નેતૃત્વ સાથે સંકળાયેલા મુદ્દા, ભ્રષ્ટાચાર અને ડોપિંગ જેવી ઘણી સમસ્યાઓ નડતી હોય છે. મોર્ડન પેન્ટાથ્લોનને આઈઓસીએ પોતાના કોમ્પિટિશનથી ઘોડેસવારી દૂર કરવા માટે જણાવ્યું છે જેની સામે ખેલાડીઓએ આકરી પ્રતિક્રિયા આપી છે. આ ત્રણેય રમતોના ઓલિમ્પિક 2028ની પ્રારંભિક યાદીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ માટે મંજૂરી લેવા ફેબ્રુઆરીમાં આઈઓસી સભ્યોની બેઠકમાં રજૂઆત કરવામાં આવશે.
ઘણી વ્યવસ્થાઓ બદલવી પડે તેમ છે : અધિકારી 
આઈઓસીના એક અધિકારીએ જણાવ્યું કે, કાર્યકારી બોર્ડના સભ્યો પોતાની રમતોના આયોજન અને સંગઠનાત્મક સંસ્કૃતિમાં પરિવર્તનોથી સંતુષ્ટ છે. લોસ એન્જેલસ માટે ફૂટબોલને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ ફૂટબોલની ઈવેન્ટ યોજતી ફિફાને પણ દર ચાર વર્ષને બદલે બે વર્ષે વર્લ્ડ કપ આયોજન કરવા અંગે નોટિસ ઉપર જ રાખવામાં આવ્યું છે. સ્થિતિ એટલી જ છે કે, દર બે વર્ષે જો વર્લ્ડ કપનું આયોજન થાય તો મોટા આયોજનોને અસર થાય તેમ છે.
ત્રણ રમતોને ટોક્યોમાં પહેલીવાર સ્થાન અપાયું 
આ યાદીમાં સ્કેટબોર્ડિગ, સર્ફિગ અને સ્પોર્ટ્સ ક્લાઇંબિંગને સ્થાન આપવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ ત્રણેય રમતોને પહેલી વખત ટોક્યો ઓલિમ્પિકમાં સ્થાન આપવામાં આવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે, આ રમતોને સ્થાન અપાયા બાદ તે પ્રસારણ કાર્યક્રમમાં થનારી આવક મેળવવાના પણ હકદાર થઈ જશે જે પ્રતિ રમત અંદાજે ઓછામાં ઓછી 50 લાખ ડોલર હોય છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *