કંબોઇ ચાર રસ્તા પર ૩ કલાક સુધી ભારે ટ્રાફિક જામ

કંબોઇ ચાર રસ્તા પર ૩ કલાક સુધી ભારે ટ્રાફિક જામ
Views 25

કંબોઇ ચાર રસ્તા પર ૩ કલાક સુધી ભારે ટ્રાફિક જામકાંકરેજ (બનાસકાંઠા): શુક્રવારે કાંકરેજ તાલુકાના કંબોઇ ચાર રસ્તા પર ફરી એક વખત ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનચાલકો અને મુસાફરોએ ત્રણ કલાક સુધી ભારે હાલાકી ભોગવી હતી.ગુરુવારે સવારે ૧૦:૩૦ વાગ્યાથી શરૂ થયેલો આ ટ્રાફિક જામ બપોરે ૧૨:૪૫ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. શિહોરી પોલીસના અધિકારીઓના સતત પ્રયાસો બાદ જ ટ્રાફિક ધીમે ધીમે સરળ બન્યો હતો.ટ્રાફિક જામને કારણે શિહોરી-પાટણ હાઈવે, રાનેર રોડ, કંબોઇ તરફનો માર્ગ તેમજ બનાસ નદીના બ્રિજ સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પ્રચંડ ગરમીમાં બસોમાં ફસાયેલા મુસાફરો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. અમદાવાદ અને સુરત જતી એસટી બસો પણ આ જામમાં અટવાઈ ગઈ હતી.મુખ્ય કારણ:
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દુદાસણ અને કસલપુરા તરફથી બનાસ નદીમાં રેતી ભરવા જતા-આવતા ઓવરલોડ ડમ્પરો આ ટ્રાફિક જામનું મુખ્ય કારણ છે. રોડ સાઇડ પર આડેધડ પાર્કિંગ અને અનુભવ વગરના ડ્રાઇવરોની બેદરકારીએ પરિસ્થિતિ વધુ વિકટ બનાવી છે.લગ્ન સીઝન હોવાથી ઘણા લોકોને સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં મુશ્કેલી પડી હતી. સ્થાનિકોએ ટ્રાફિકની આ વારંવારની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વહીવટી તંત્ર પાસે માંગ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *