એશિઝ 2021: ઇંગ્લેન્ડના ટોચના બોલરો પિંક બોલ ટેસ્ટમાં વાપસી કરશે

Views 134

એશિઝમાં ઇંગ્લેન્ડના બે દિગ્ગજ ખેલાડીઓની વાપસી

પ્રથમ ટેસ્ટ હારનો બદલો લેવા આતુર ઈંગ્લેન્ડ

એન્ડરસન-બ્રોડ એડિલેડ ટેસ્ટ જીત્યા: ઇંગ્લેન્ડ કોચ

ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટમાં મળેલ હારનો બદલો લેવા આતુર ઈંગ્લેન્ડની ટીમના કોચે બીજી ટેસ્ટમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરી બે ધુરંધર બોલરોની વાપસીનો સંકેત આપ્યો છે અને આ બંને બોલરોના સહારે ઈંગ્લેન્ડની ટીમ એડિલેડ ટેસ્ટ જીતશે તેવો દાવો કર્યો છે.

સિનિયર ખેલાડીઓ કરશે કમબેક
એશિઝ 2021ની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવી પાંચ મેચોની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડના સૌથી અનુભવી બે ખેલાડીઓ પ્રથમ ટેસ્ટ મેચનો ભાગ ન હતા જેના કારણે ઓસ્ટ્રેલિયાને જીત માટે વધુ સંઘર્ષ કરવો પડ્યો નહીં. પરંતુ હવે પરીસ્થિત બદલાશે કારણકે આ બંને ધુરંધરો ફરી ટીમમાં પાછા ફરી રહ્યા છે. ઇંગ્લેન્ડની ટીમ પહેલી હારનો બદલો લેવા આતુર છે એવામાં સિનિયર ખેલાડીઓની વાપસીથી ટીમને ચોક્કસ લાભ થશે.

એન્ડરસન-બ્રોડની જોડી કરશે કમબેક
ઇંગ્લેન્ડની ટીમના પેસ આક્રમણના સિનિયર લીડર જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ પ્રથમ ટેસ્ટ મેચનો ભાગ ન હતા. બંનેની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને આસાનીથી પ્રથમ ટેસ્ટમાં હરાવ્યું હતું. બીજી ટેસ્ટમાં સિરીઝમાં વાપસી કરવા તૈયાર ઇંગ્લેન્ડની ટીમમાં એન્ડરસન-બ્રોડની જોડી કમબેક કરશે અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પરેશાન કરશે. બંને સિનિયર બોલરો વર્તમાન સમયના સૌથી અનુભવી ફાસ્ટ બોલર્સ છે અને તેમના પુનરાગમનથી ટીમને ઘણો ફાયદો થશે.

બીજી ટેસ્ટ માટે બંને ખેલાડીઓ ફીટ: કોચ
ઇંગ્લેન્ડની ટીમના કોચ ક્રિસ સિલ્વરવુડે બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની જીતનો હુંકાર ભર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, એડિલેડમાં રમાનાર પિંક બોલ ટેસ્ટમાં ફિટનેસ સાથે સારું પ્રદર્શન કરી શકે એ માટે જ એન્ડરસન અને બ્રોડને પ્રથમ ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો હતો. બંનેએ પિંક બોલથી પ્રેક્ટીસ શરુ કરી દીધી છે. બંને પાસે બહોળો અનુભવ છે, બંને ફીટ છે અને આ ધુરંધરો જ આગામી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને જીત આપાવશે.

પિંક બોલ ટેસ્ટ માટે બંને ટીમોમાં ફેરફાર
16 ડીસેમ્બરથી શરુ થનાર બીજી ટેસ્ટ માટે બંને ટીમોમાં બદલાવ જોવા મળશે. ઇંગ્લેન્ડની ટીમમાં એન્ડરસન-બ્રોડની જોડી કમબેક કરશે જેના કારણે ટીમની બોલિંગ લાઈનઅપમાં બહોળો અનુભવ અને નવો જોશ ઉમેરાશે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમનો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ માંસપેશીઓમાં તણાવના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને રિચર્ડસન એડિલેડ ટેસ્ટ માટે ટીમમાં સામેલ થઈ શકે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *