નિયમિત ચાલવાથી શરીર ઉર્જાવાન રહે છેઃ અભ્યાસ

Views 131

સાયકલિંગ અને સ્વિમિંગ પર નિયમિત જોગિંગ કરવાથી ચરબીના ડીએનએને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે

તાઈવાનમાં નિયમિત જોગિંગ કરતા લગભગ વીસ હજાર લોકો પર આ સર્વે કરવામાં આવ્યો હતો

તાઇવાનના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા સર્વેક્ષણમાં તેમણે 18 પ્રકારની વિવિધ કસરતોની તપાસ કરી હતી. જેનો હેતુ કયા કારણસર વ્યક્તિમાં મેદસ્વીપણું આવે છે તે જાણવાની તાલાવેલી હતી. વૈજ્ઞાનિકોના આ અભ્યાસમાં ખરાબ જિન્સ શરીરની સ્થૂળતાનું મૂળ કારણ નથી તેમને
સાઇક્લિંગ અને સ્વિમિંગ કરતા નિયમિત રીતે જોગિંગ કરવાથી ફેટ ડીએનએ પર કાબૂ મેળવી શકાય છે એ જાણવા મળ્યું હતું. ફેટ જિન્સને ઘટાડવા માટે કસરતો કરવા કરતાં નિયમિત રીતે ચાલવાથી શરીર પોતાની પૂર્વવત સ્થિતિમાં આવી શકે છે. તાઇવાનમાં આ સર્વે નિયમિત રીતે જોગિંગ કરતા લગભગ વીસ હજાર લોકો પર હાથ ધરાયો હતો. તાઇવાનના વૈજ્ઞાનિકોએ જોગિંગને શ્રોષ્ઠ કસરત ગણાવી છે કારણ કે
સાઇક્લિંગ અને સ્વિમિંગ માટે વ્યક્તિ ઓછી કસરત કરતા હોય છે અને કેટલાક જ અંગનો ઉપયોગ કરે છે જ્યારે ચાલવા માટે શરીરના દરેક અંગનો ઉપયોગ થાય છે. તેમજ ચાલવાથી માણસ સ્ફૂર્તિલો અને સ્વસ્થ પણ રહે છે. નેશનલ તાઇવાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ સંશોધન માટે 30થી 70 વર્ષના 18,424 ચીની લોકો પર કસરતની અસરનું સંશોધન કયુંર્ હતંુ જેમાં જાણવા મળ્યું હતું કે જો કસરતને વ્યક્તિ છોડી દે છે તો તેમાં મેદસ્વિતા વધવાની શક્યતા બમણી થઈ જાય છે લોકોની હાઇટથી વજન રેશિયો શરીરની ચરબીની ટકાવારી તેમ જ હિપ્સના કદને ઘટાડવા માટે જોગિંગ એક શ્રોષ્ઠ કસરત હોવાનું ડો. વેન યુ લીને જણાવ્યું હતું.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *