અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર શ્રી પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય આર. મંડલિક સાહેબ નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં માદક પદાર્થોનું વેચાણ કરતાં ઇસમો ઉપર વોચ રાખી ગુનાહીત જણાયેથી કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ. જે અનુંસધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી ડી.બી.બારડ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.ચાવડા નાઓએ આ દિશામાં તજવીજ હાથ ધરેલ.તા.૦૭/૧૨/૨૦૨૧ ના રોજ થલતેજ, ન્યુયોર્ક ટાવર ટાવરની ગલીમાં આવેલ આરોહિ એપાર્ટમેન્ટ ખાતેથી રવિ મુકેશકુમાર શર્મા, રહે. આરોહિ એપાર્ટમેન્ટ, ન્યુયોર્ક ટાવર પાછળ, એસ.જી.હાઇવે, થલતેજ, અમદાવાદ વાળાના કબ્જાના મકાનમાંથી કુલ ૨૩.૮૬ ગ્રામ કિંમત રૂ.૨,૩૮,૬૦૦/- ની મત્તાનો મેફેડ્રોનનો જથ્થો, મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂ.૫૦૦૦/-, આધારકાર્ડ નંગ-૦૧ કિં.રૂ.૦૦.૦૦/-, આઇ.ડી. કાર્ડ નંગ-૧ કિ.રૂ.૦૦.૦૦/-, ડીઝીટલ પોકેટ વઝનકાંટો કિ.રૂ.૫૦૦/-, પ્લાસ્ટીકની ઝીપર બેગ નંગ-૩૯ કિ.રૂ.૦૦/-મળી કુલ કિંમત રૂ.૨,૪૪,૧૦૦/- ની મત્તાનો મુદ્દામાલ સાથે મળી આવતા તપાસ અર્થે કબ્જે કરી, ઉપરોક્ત ઇસમ વિરુધ્ધ ગુન્હો નોંધી, આગળની ઉંડાણ પૂર્વકની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. શ્રી બી.આર.ક્રિશ્ચિયનનાઓ હાલ ચલાવી રહેલ છે.તા.૦૮/૧૨/૨૦૨૧ ના રોજ ત્રાગડ રોડ, સાગા ફ્લેટ પાસેથી અસીતકુમાર રમેશકુમાર પટેલના કબ્જામાંથી કુલ ૫૦ ગ્રામ મેફેડ્રોન કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- ની મત્તાનો જથ્થો, મોબાઇલ ફોન નંગ-૨ કિંમત રૂ.૬૦૦૦/-, આધારકાર્ડ નંગ-૦૧ કિં.રૂ.૦૦.૦૦/-, રોકડ રકમ રૂ.૨૧૦૦/-, હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર કિ.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૧૨,૦૮,૧૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી, ઉપરોક્ત ઇસમ ગુન્હો નોંધી, આગળની ઉંડાણ પૂર્વકની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ હાલ ચલાવી રહેલ છે. બંને ઇસમો આ મેફેડ્રોનનો જથ્થો ક્યાંથી લાવેલ અને સમગ્ર નેટવર્ક કેવી રીતે ચલાવતા હતાં. તે અંગે વધુ તપાસ કરવામાં આવશે
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી
ન્યુયોર્ક ટાવર, થલતેજ તથા સાગા ફ્લેટ, ત્રાગડ ખાતેથી બે ઇસમોને મેફેડ્રોન (એમ.ડી.)ના જથ્થા સાથે પકડી બે અલગ ગુન્હા દાખલ કરતી ક્રાઈમ બ્રાન્ચ.
Views 138