બિગ બોસ 15 હવે સલમાનની જગ્યાએ શહનાઝ ગિલ હોસ્ટ કરશે

Views 135

શહેનાઝ ગીલ સંભાળશે બિગબોસ 15ની કમાન 

ટીઆરપી ઘટતા લેવાયો નિર્ણય 

સલમાન ખાન દબંગ ટુરમાં વ્યસ્ત 

સલમાન ખાનનો રિયાલિટી શો બિગ બોસ 15ની ટીઆરપી દિવસેને દિવસે ઘટી રહી છે.આ અઠવાડિયે, બિગ બોસ 15 ને ટોપ 10 માં પણ સ્થાન મળ્યું નથી. આ દરમિયાન બિગ બોસ 15 વિશે એક મોટી ખબર સામે આવી છે. કે બિગ બોસની પૂર્વ સ્પર્ધક શહનાઝ ગીલે સલમાન ખાનની જગ્યા લીધી છે. શહેનાઝ ગિલ જલ્દી જ બિગ બોસ 15 ની હોસ્ટ બનવા જઈ રહી છે. આ અઠવાડિયે સલમાન ખાનની જગ્યાએ શહેનાઝ ગિલ શોમાં જોવા મળશે.

શહેનાઝ ગીલની ધમાલ 
થોડા સમય પહેલા એવી ખબર સામે આવી હતી કે બિગ બોસ 15ના નિર્માતાઓએ શહેનાઝ ગિલનો સંપર્ક કર્યો હતો. મેકર્સ શહનાઝ ગિલને બિગ બોસ 15નું વાઈલ્ડ કાર્ડ બનાવવા માંગતા હતા. જો કે શહેનાઝ ગીલે આ ઓફર ઠુકરાવી દીધી હતી. તે દરમિયાન એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શહેનાઝ ગિલ આ અઠવાડિયે વીકેન્ડ કા વારમાં ધમાલ મચાવશે.
સલમાન ખાન શૂટિંગમાં વ્યસ્ત 
ટેલીચક્કરના અહેવાલ મુજબ સલમાન ખાન આ અઠવાડિયે બિગ બોસ 15 હોસ્ટ કરી શકશે નહીં. સલમાન ખાન હાલમાં દબંગ ટુરમાં વ્યસ્ત છે. સલમાન ખાન આ અઠવાડિયે શૂટિંગ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં, શહનાઝ ગિલ શોમાં મનોરંજનની મોજ કરાવશે
ચાહકો ઉત્સાહિત 
જોકે, અત્યાર સુધી મેકર્સે આ ખબરને સમર્થન આપ્યું નથી. જ્યારથી આ આ ખબર સામે આવી છે  ત્યારથી શહેનાઝ ગિલના ફેન્સ આનંદથી ઉછળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહનાઝ ગિલ કોઈ ટીવી શોમાં જોવા મળી નથી. શહેનાઝ ગિલ હાલમાં જ તેની ફિલ્મ હૌસલા રખાના પ્રમોશનમાં જોવા મળી હતી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *