6 મહિનામાં રૂ. 1 લાખથી રૂ. 30 લાખ સુધીના રૂ. 20ની કિંમતના શેર

Views 194

રઘુવીર સિન્થેટિક્સના શેરના ભાવમાં વધારો

6 માસમાં 20 રૂપિયાના શેરના ભાવ 600 પહોંચ્યા

10 લાખના શેરના ભાવ 30 લાખ પહોંચ્યા

કોરોનાની બીજી લહેરમાં પણ ભારતીય સ્ટોક માર્કેટની સ્થિતિ સારી રહી છે. એનું જ પરિણામ છે કે કંપનીઓના સ્ટોક્સ મલ્ટીબેગરમાં પરિવર્તિત થયા છે. એવી જ એક કંપની છે રઘુવીર સિન્થેટીક્સ.

રઘુવીર સિન્થેટિક્સના શેરના ભાવમાં જબરદસ્ત વધારો
છેલ્લા 6 મહિનામાં રઘુવીર સિન્થેટિક્સના એક શેરના ભાવ 20 રૂપિયાથી વધી 600.40 રૂપિયા પહોંચી ગયા છે. ખુબ જ ટૂંકા સમયમાં લગભગ 30 ઘણો વધારો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ 21.5 ટકાના વધારા સાથે આ મલ્ટીબેગર શેરના ભાવ 494થી વધીને 600 રૂપિયાપહોંચી ગયા છે. ગત એક સપ્તાહના છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં ટેક્સટાઇલ શેરમાં 5 ટકાનો વધારો નોંધાયો છે.

1 મહિનામાં 216 થી 600 રૂપિયા પહોંચ્યા ભાવ
રઘુવીર સીન્થેટિકસે શેરમાર્કેટમાં ધૂમ મચાવી છે. છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો આ કંપનીના શેરના ભાવ રૂપિયા 216થી વધીને 600 પહોંચ્યા છે અને 175 ટકાનો વધારો નોંધાયો છે. આજ રીતે છેલ્લા 6 મહિનાની વાત કરવામાં આવે તો 6 માસ પહેલા આ શેરનો ભાવ માત્ર 20 રૂપિયા હતો જે આજે 600 રૂપિયા પહોંચી ગયો છે અને અધધ 2900 ટકાનો વધારો નોંધાયો છે.

6 મહિનામાં 1 લાખના થયા 30 લાખ
રઘુવીર સીન્થેટિકસમાં રોકાણની રકમના આધારે વાત કરવામાં આવે તો જેમણે 1 અઠવાડિયા પહેલા 1 લાખ રૂપિયા રોક્યા છે તેમના શેરના ભાવ હાલ 1.21 લાખ રૂપિયા પહોંચી ગયા છે. એ જ રીતે એક મહીનાપહેલા જેમણે 1 લાખ રોક્યા હશે તેમના 2.75 લાખ થયા છે અને 6 મહિના પહેલા રોકાણ કરનારના 1 લાખના શેરના ભાવ 30 લાખ પહોંચી ગયા છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *