CEO વિશાલ ગર્ગને હટાવ્યા, હવે આ વ્યક્તિ લેશે Better.comના નિર્ણયો

Views 245

Better.com ના CEO વિશાલ ગર્ગને બરતરફ કર્યા
કેવિન રાયન કંપનીમાં રોજબરોજના નિર્ણયો લેશે અને બોર્ડને રિપોર્ટ કરશે
કંપનીએ ટિપ્પણી માટેની વિનંતીનો જવાબ આપ્યો ન હતો.

યુએસ સ્થિત કંપની Better.comના ભારતીય મૂળના CEO વિશાલ ગર્ગે ઝૂમ મીટિંગમાં એક કોલ પર 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. રિપોર્ટના આધારે કંપનીના મુખ્ય કાર્યઅધિકારી વિશાલ ગર્ગને રજા પર મોકલ્યા બાદ હવે ચીફ ફાયનાન્શિયલ ઓફિસર કેવિન રયાન કંપનીમાં રોજ લેવાનારા નિર્ણયો લેશે અને સાથે બોર્ડને રિપોર્ટ કરશે. બોર્ડે લિડરશીપ અને કલ્ચરલ એસેસમેન્ટ માટે એક થર્ડ પાર્ટી ઈન્ડિપેન્ડન્ટ ફર્મને હાયર કરી છે. આ કેસમાં કંપનીએ પ્રતિક્રિયા માંગી તો કંપનીએ કોઈ ટિપ્પણી કરવાની મનાઈ કરી છે.
વિશાલ ગર્ગે 10 ડિસેમ્બરે કર્મચારીઓની માંગી હતી માફી
અમેરિકન કંપનીના ભારતીય મૂળના સીઈઓ વિશાલ ગર્ગ હાલમાં ચર્ચામાં છે. આ ચર્ચા કોઈ સારા કામ માટે થઈ રહી નથી. તેઓએ એક ઝૂમ મીટિંગ બોલાવીને એક સાથે કંપનીના 900 કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કર્યા હતા. વિશાલ ગર્ગે પોતાની સોફ્ટ બેંકિંગ ફાયનાન્સ કંપની બેટર ડોટ કોમના 900 કર્મચારીઓને એક ઝૂમ મિટિંગમાં ફક્ત 3 મિનિટની અંદર કાઢી દીધા હતા. નોકરીથી કાઢવાનું કારણ પ્રોડક્ટિવિટી ઘટી હોવાનું અપાયું હતું. વિશાલ ગર્ગનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. ટ્રોલિંગ બાદ આખરે વિશાલ ગર્ગે પોતાના સ્ટાફની માફી પણ માંગી અને તેમને એક લેટર પણ લખ્યો છે.
 

ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ
ઝૂમ મીટિંગમાં વિશાલ ગર્ગે કહ્યું કે જો તમે આ વીડિયો કોલનો ભાગ છો તો તમે સૌથી કમનસીબ વ્યક્તિમાંના એક છો, જેમને આજે નોકરીથી કાઢવામાં આવી રહ્યા છે. ગર્ગે કર્મચારીઓને નોકરીથી હટાવવા માટે માર્કેટની ક્ષમતા, પ્રદર્શન અને ઉત્પાદકતાને જવાબદાર ઠેરવી હતી. એક કર્મચારીએ આ કોલને રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેના બાદ મીટિંગનો વીડિયો વાયરલ થઈ ગયો.

પહેલા પણ વિવાદમાં રહી ચૂક્યા છે વિશાલ ગર્ગ
વિશાલ ગર્ગ આ પહેલા પણ વિવાદમાં રહી ચૂક્યા છે. તેઓએ આ પહેલા પણ કર્મચારીઓને કાઢ્યા હતા. ત્યારે તેઓએ સખત રીતનો ઉપયોગ કર્યો હતો. તેઓએ કર્મચારીને લખ્યું હતું કે તમે તમામ ધીમી ગતિએ કામ કરો છો. તમે મૂર્ખ ડોલ્ફિનના ઝૂંડ જેવા છો તો બસ કરો…બસ કરો..બસ કરો.. તમે મને શરમમાં મૂકી રહ્યા છે. તો આ વખતે તેઓએ 900 કર્મચારીઓને એકસાથે નોકરીથી કાઢી મૂક્યા હતા.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *