સાડી કૌભાંડ: આંગણવાડી બહેનોના ગણવેશમાં કૌભાંડ મામલે સુરત ટેક્સટાઈલ મિલના સંચાલકોએ ગાંધીનગરમાં ગુનો કર્યો

Views 154

ગણવેશની સાડીઓના ખોટા ડીલીવરી ચલણ મૂકીને જે તે પ્રોગ્રામ ઓફિસરનાં પ્રમાણપત્ર રજૂ કરતાં ભાંડો ફૂટ્યો

રાજ્યની આંગણવાડી અને તેડાગર બહેનોને ગણવેશ પેટે આપવામાં આવતી સાડીઓમાં કૌંભાડ થયાનું સામે આવ્યું છે. સુરતની M/S રામેશ્વર ટેક્સ ટાઈલ મિલના ડાયરેકટરો દ્વારા સાડીઓના ડીલીવરી ચલણ સાથે પ્રોગ્રામ ઓફિસરનાં ખોટા પ્રમાણપત્ર રજૂ કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કૌભાંડ થયાનું તપાસમાં બહાર આવતા રાજ્ય મહિલા બાળ વિકાસ કમિશ્નર કચેરીનાં યોજના અધિકારીએ સેકટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગાંધીનગર જીવરાજ મહેતા ભવન ખાતે કાર્યરત રાજ્ય મહિલા બાળ વિકાસ કમિશ્નર કચેરી દ્વારા રાજયમાં કાર્યરત 53039 આંગણવાડીના કાર્યકર તેમજ તેડાગર બહેનોને ગણવેશ માટે સાડીની ખરીદી ટેન્ડર થકી ખરીદી કરાય છે. જેનું ટેન્ડર M/s રામેશ્વર ટેક્સ ટાઈલ મિલને આપવામાં આવ્યું હતું. જેની શરતો મુજબ વર્ષ-2016/17, 2017/18 અને 2018/19 માટે ઝોન દીઠ અલગ અલગ 12 વર્ક ઓર્ડર ઉક્ત મિલને આપવામાં આવ્યા હતા.

આ મિલના ડાયરેક્ટર રાજેશ રામેશ્વરદાસ બંસલ, વિનીતા પ્રમોદ દેવકર થતાં ટેક્સ ટાઇલ મિલના ઓથોરિટી તરીકે સહી કરનાર કીર્તિદા બંસલ (તમામ રહે. પ્લોટ – 435, જીઆઈડીસી સચિન, સુરત તથા 71-73 જૂના હનુમાન લેન્ડ મુંબઈ કામ કરે છે.) જે અંગે વીનીતા દેવકર મહિલા બાળ વિકાસ કમિશ્નર કચેરી સાથે જરૂરી પુરાવા અંગે પત્ર-ઈમેલથી કોમ્યુનિકેશન કરતા હતા.

વર્ષ – 2018/19 માં આંગણવાડીમાં સાડી આપવાની કામગીરી શરૂ કરાઈ હતી. રાજ્યના જુદા જુદા જિલ્લામાં કચેરી દ્વારા જણાવાયા મુજબ રામેશ્વર ટેક્સ ટાઈલ મિલ દ્વારા સાડીઓ પહોંચાડવામાં આવી હતી. જેનાં પેટે બીલો પણ કચેરીએ ડાયરેક્ટરો દ્વારા મોકલી આપવામાં આવ્યા હતા. જોકે, મહિલા બાળ વિકાસ કમિશ્નરની લોજિસ્ટીક શાખા દ્વારા ઉક્ત રામેશ્વર ટેક્સ ટાઈલ મિલના ડીલીવરી ચલણ અને બીલોની ચકાસણી કરાઈ હતી.

ચકાસણીમાં સાબરકાંઠા, અરવલ્લી અને છોટા ઉદેપુર ખાતેનહીં મોકલી આપવામાં આવેલી સાડીઓ પેટે મૂકવામાં આવેલા ડીલીવરી ચલણ સાથે જે તે પ્રોગ્રામ ઓફિસરનાં (એનેકક્ષર -3) પ્રમાણપત્ર ખોટી સહીઓથી કરાયા હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે ખુલાસો કરવાં ડાયરેકટરોને સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ તેમના તરફથી કોઈ સંતોષજનક જવાબ આપવામાં આવ્યો ન હતો.

આમ આર્થિક ફાયદો મેળવવા ખોટા ડીલીવરી ચલણ રજૂ કરી કચેરીમાંથી રૂપિયા એઠવાનું કાવતરું બહાર આવતાં બાળ વિકાસ અધિકારી કિંજલ કૈલાશભાઈ દવેએ સેકટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે આઇપીસી કલમ 406,465,467,468,471 અને 114 મુજબ ગુનો દાખલ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *