મહેસાણાના ગોપીનાળા બહાર આવેલ સંજીવની મેટરનીટી હોસ્પીટલમાં ગેરકાયદેસર રીતે ગર્ભપરીક્ષણનો બનાવ 

Views 177

મહેસાણાના ગોપીનાળા બહાર આવેલ સંજીવની મેટરનીટી હોસ્પીટલમાં ગેરકાયદેસર રીતે ગર્ભપરીક્ષણનો બનાવ 

મહેસાણાના ગોપીનાળા બહાર આવેલ સંજીવની મેટરનીટી એન્ડ સર્જીકલ હોસ્પિટલનો ડોકટર આર. સી. શાહ તગડી રકમ લઈને ગેરકાયદેસર ગર્ભપરિક્ષણ કરતો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
જો કે આશરે સાતેક મહિના અગાઉથી પોતાના કાળા કરતુતોનો ભાંડો ફૂટી ના જાય એટલા માટે હોસ્પિટલની આસપાસના પાડોશી ધંધાવાળા અને દુકાનદારો સામે બીમારીનું બહાનું કાઢીને હોસ્પિટલ બંધ કરીને છુપાઈને રહે છે. જાણવા મળ્યું છે કે અગાઉ પણ આ ડોકટર આર. સી. શાહ કોઈને મોટી રકમની લાંચ આપીને ભાંડો ફૂટતો અટકાવી ચૂકેલો છે.
છેલ્લા ત્રણ મહિનાથી આ ડોકટર આ બાબતે ઇન્ટરવ્યૂ આપવાથી પણ ગલ્લાતલ્લા કરીને બચતો રહે છે, હાલમાં એકાદ મહિનાથી પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને પરિવાર સહિત ક્યાંક ભાગી ગયેલ છે.
સવાલ એ ઉભો થાય છે કે, આવા કેટલા ડોકટર હશે જે આવી ગેરકાયદેસર રીતે ગર્ભપરીક્ષણ કરી લોકોને લુંટતા હશે…? કેટલા નાના બાળકોનો જીવ લેતા હશે..? અને કોની રહેમનજર હેઠળ ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરતા હશે..?

                                                                                  અહેવાલ – કિરણગીરી ગોસ્વામી 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *