કચ્છ જીલ્લામાં આવેલા અંજાર શહેરની મધ્યમાં આવેલા નવાનગર વિસ્તારમાં રહેતા રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત રહ્યા છે , આ વિસ્તાર અંજાર શહેરના વોર્ડ નંબર ૨માં આવે છે, જે હાલના શાસક પક્ષના નેતાનો વિસ્તાર છે. નવાનગર વિસ્તારમાં રહેતા રહીશોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. નવાનગર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમજ નવાનગર વિસ્તારમાં ગટરની વ્યવસ્થા ના હોવાને કારણે ઠેર-ઠેર ગંદકી અને કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, અને વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ રહે છે, જેને કારણે તે વિસ્તારમાં રહેતા લોકો અને તે વિસ્તારમાં ફરતા વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને આ વિસ્તારમાં પાણી ભરાવવાને કારણે કાદવ-કીચડ જ ઠેરઠેર જોવા મળે છે, જેના કારણે તે વિસ્તારના રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે. નવાનગર વિસ્તારમાં કાદવ-કીચડ, વરસાદનું પાણી ભરાવવા તથા ઠેર-ઠેર ગંદકીના કારણે અનેક પ્રકારના રોગચાળા ફાટી નીકળવાની સંભાવના જોવા મળી રહી છે.
અંજાર શહેરની મધ્યમાં આવેલા નવાનગર વિસ્તારના લોકોની વેદનાને સાંભળવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટી વતી જીતેન્દ્ર ચોટારા, રાજેશ છાંગા, દીપ ઠક્કર,અશ્વિન નાથ, કિશન જોગી,હિતેશ સોની તથા રાજેશ નાથે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. જેમાં નવાનગર વિસ્તારના રહીશોએ પોતાની વ્યથા તેમણે કહી હતી, અને ત્યાં રહેતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.
રિપોર્ટર – જાવેદ શા