અંજાર તાલુકાના વરસામેડી ગામમાં દિયર ભાભી પર વારંવાર કરતો હતો દુષ્કર્મ, 4 વર્ષથી શોષણ

Views 454

અંજાર તાલુકામાં આવેલા વરસામેડી ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કૌટુંબિક દિયરે જ છેલ્લા 4 વર્ષોથી આધેડ ઉમરની ભાભી પર દુષ્કર્મ કરતો હોવાનું સામે આવ્યું છે, અને આ બાબતે કોઈને પણ કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. જે બાબતે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી શોષણ કરવાની સાથે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે અંજાર તાલુકા પોલીસે આધેડ ઉંમરની મહિલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને ટાંકીને વિગતો આપતાં કહ્યું હતું કે, ભોગ બનનાર મહિલાનો કૌટુંબિક દિયર મહિલાના ઘરે અવાર-નવાર આવતો હતો, અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારતો હતો. તેમજ અપશબ્દો બોલતો હતો અને આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

આરોપી છેલ્લા 4 વર્ષોથી આ મહિલાનું શોષણ કરતો હતો. પરંતુ ભોગ બનનાર મહિલાનો આરોપી કૌટુંબિક દિયર થતો હોવાથી સમાજમાં બદનામીના ડરે ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ આરોપી દ્વારા કરવામાં આવતું શોષણ વધી જતાં આખરે મહિલાએ અંજાર પોલીસ મથકે પહોંચી હતી અને ફરિયાદ દાખલ કરાવી હતી. જેથી આ ફરિયાદ સંદર્ભે પી.આઈ એસ.ડી. સિસોદિયાએ આગળની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર – જાવેદ શા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *