લીંબડીના ફિદાઈ બાગમાં આફ્રિકાથી કોરોના પોઝિટિવ
એક 48 વર્ષીય પુરુષ પોઝિટિવ આવતા સિસ્ટમમાં દોડી રહ્યો છે
ઓમીક્રોન વેરિઅન્ટ અંગે ગાંધીનગર ખાતે સેમ્પલ મોકલવામાં આવશે
આફ્રિકાથી ગુજરાત આવેલો વધુ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં લીંબડીના ફિદાઈબાગમાં આફ્રિકાથી આવેલ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. તેમાં 48 વર્ષીય વ્યક્તિ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. તેમજ ઓમિક્રોન વેરિએન્ટ અંગે સેમ્પલ ગાંધીનગર મોકલાશે.
ગુજરાત માટે પણ ચિંતાના સમાચાર સામે આવ્યા
ઉલ્લેખનિય છે કે ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે ગુજરાત માટે પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે. સાઉથ આફ્રિકાથી જામનગર પરત ફરેલ એક શખ્સ કોરોના સંક્રમિત મળ્યો છે. જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોન વેરિઅન્ટ દર્દી નોંધાયો છે. આ દર્દી ગઈકાલે જ જામનગર પરત ફર્યો છે. જેમાં સાઉથ આફ્રિકામાં કહેર મચાવનાર કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી ભારતમાં થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તેની પુષ્ટિ કરી છે. ત્યારે જામનગરમાં પણ સાઉથ આફ્રિકાથી પરત ફરેલો એક શખ્સ કોરોના પોઝિટિવ મળ્યો છે. જોકે તેના સેમ્પલની હજી તપાસ બાકી છે. નમૂના પુણે લેબમાં મોકલવામાં આવ્યો છે.
12મો વ્યક્તિ ઓમિક્રોન પોઝીટીવ છે
દેશની રાજધાની દિલ્હીમાં પણ ઓમિક્રોનનો (Omicron) એક દર્દી મળી આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ વાતની પુષ્ટિ કરી છે. આ દર્દી હાલમાં LNJP હોસ્પિટલમાં દાખલ છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે વિદેશથી આવેલા 12 લોકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા.
ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 5 દર્દીઓ
જેમાંથી 11 લોકોમાં સામાન્ય કોરોના છે, પરંતુ 12મો વ્યક્તિ ઓમિક્રોન પોઝીટીવ છે. આ વ્યક્તિ આફ્રિકન દેશ તાન્ઝાનિયાથી ભારત આવ્યો હતો. આ વ્યક્તિ સાથે સંકળાયેલા 6 લોકોના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે હવે ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 5 દર્દીઓ છે. જેમાંથી બે કર્ણાટકના, એક ગુજરાતનો અને એક મહારાષ્ટ્રનો છે. આ પછી હવે દિલ્હીમાં પાંચમો દર્દી મળી આવ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 17 લોકો જેઓ વિદેશથી આવ્યા
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે અત્યાર સુધીમાં કુલ 17 લોકો જેઓ વિદેશથી આવ્યા હતા અને કોરોના પોઝિટિવ મળ્યા છે. તેમને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે દિલ્હી સરકારે એલએનજેપીને કોરોનાની મુખ્ય હોસ્પિટલ જાહેર કરી છે.