દાંતા પિકપસ્ટેન્ડમાં કેટલાય સમયથી સાફ સફાઈ ન થતા ગંદકીએ તેની હદ વટાવી દીધી છે અને મોટો રોગચાળો ફેલાય તેવી શકયતા ઉભી થઇ છે.
જેના કારણે આજુ બાજુના દુકાન દારોમાં રોશની લાગણી જોવા મળી હતી અને બીજી બાજુ જોવા જઈએ તો દાંતા પિકપસ્ટેન્ડની મુતરડીમાં દેશી દારૂ પીવાતો હોય તેમ દારૂની થેલીઓના ઢગલે ઢગલા જોવા મળ્યા હતા તો કેમ તંત્ર દ્વારા આની સાફ સફાઈ નથી કરાતી શુ તંત્ર કોઈ મોટો રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહ્યું છે ?
વધુમાં પીકપસ્ટેન્ડમાં બહેનો માટે બાથરૂમની સુવિધા ના હોવાથી તેમને પણ હાલાકી નો સામનો કરવાનો વારો આવતો હોય છે હવે એ જોવું રહ્યું કે આ પિકપસ્ટેન્ડની ગંદકી કેટલા સમય મા દૂર કરવામાં આવે છે.
બનાસકાંઠા દાંતા પિકપસ્ટેન્ડમાં ગંદકીએ મુકી માઝા લોકો હેરાન પરેશાન કોણ લાવશે આનો નિકાલ ?
Views 183