ગંભીર અકસ્માત : પારસા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત ,2 મહિલાના મોત

Views 87

યુવક પત્ની અને ભાભી સાથે બાઈક પર માણસાથી પરત આવતો હતો.

જામખંભાળિયા બાયપાસ નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત -  Daily Gujarati News

માણસા તાલુકાના પારસા ગામ પાસે માર્ગ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે. ગોજારિયા હાઈવે પર ખરણા અને પારસા વચ્ચે કારની ટક્કરે બાઈક પર જતો યુવક અને બે મહિલાઓ રોડ પર પટકાયા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ બે મહિલાઓના સારવાર દરમિયાન મોત થયા હતા. જે અંગે ઇજાગ્રસ્ત બાઇક ચાલકે અકસ્માત બાદ ભાગી ગયેલા કાર ચાલક વિરૂદ્ધ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પારસા ગામે રામાપીરના વાસમાં રહેતા મુકેશજી મંગાજી ઠાકોર (30 વર્ષ) સોમવારે સાંજે સાસરી જવા નીકળ્યા હતા. મુશેકજી બાઈક પર પત્ની ઉષાબેન અને તેમના ભાભી સીતાબેનને બાઈક પર બેસાડીને માણસા આવ્યા હતા. સાસરીમાં બધાને મળી રાત્રે પરત તેમના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે રાત્રે 10:15 વાગ્યે ગોજારીયા હાઈવે પર ખરણા અને પારસા ગામની બાઈકને અકસ્માત નડ્યો હતો. GJ-16-CN-2410ની કારના ચાલકે બાઈકને સામેથી ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણેય રોડ પર પટકાયા હતા. ત્રણેયને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા દોડી આવેલા લોકોએ તેને હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં બાઈકચાલક મુકેશજી તથા તેમના પત્નીને મહેસાણા અને તેમના ભાભી સીતાબેનને માણસા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.

ગંભીર ઈજાને પગલે સારવાર દરમ્યાન ઉષાબેન મુકેશજી ઠાકોર અને સીતાબેન અશોકજી ઠાકોરનું મોત થયું હતું. જ્યારે મુકેશજીને પગ અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી સારવાર ચાલુ છે. બીજી અકસ્માત બાદ કાર મુકીને ફરાર થઈ ગયેલા ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે કાર નંબરના આધારે ચાલકની શોધખોળ આદરી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *