Online Planning:પ્રથમવાર તાના-રીરી સંગીત મહોત્સવ ફેસબુક અને યુ-ટ્યૂબ પર લાઇવ કરાશે, જિલ્લાના શહેરોમાં LED સ્ક્રિન પર લાઇવ કરાશે

Views 65

વડનગરમાં તા.12 અને 13મીએ ઉજવાશે મહોત્સવ

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

સંગીત બેલડી તાના-રીરીની યાદમાં વડનગરમાં તા. 12 અને 13ના રોજ ઉજવાનાર તાના-રીરી મહોત્સવ લોકો ઘેરબેઠાં પણ જઇ શકે તે માટે ફેસબુક અને યુ-ટ્યૂબ પર જીવંત પ્રસારણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે જિલ્લાના મુખ્ય શહેરોમાં એલઇડી સ્ક્રિન લગાવાશે, જેના માધ્યમથી સંગીત રસિકો આ મહોત્સવ નિહાળી શકશે.

તાનારીરી સંકુલમાં તા.12મી સાંજે 7.30 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ થશે. બે દિવસ સંગીતનો જલસો જામશે. જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે કહ્યું કે, તાના-રીરી મહોત્સવમાં 1000 બેઠકની જ પરવાનગી માંગેલી છે. કલારસિકો આ કાર્યક્રમની મજા ઘરેબેઠાં પણ માણી શકે તે માટે કાર્યક્રમનું જીવંત પ્રસારણ ફેસબુક અને યુ ટ્યૂબના માધ્યમથી નિહાળી શકે તેવી વ્યવસ્થા કરાશે. જિલ્લાના શહેરોમાં એલઇડી સ્ક્રિન મૂકાશે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *