દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર, દેવભૂમિ દ્વારકામાં પડકાયું 66 કિલો ડ્રગ્સ

Views 66

દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલો ડ્રગ્સ પકડાયું

દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર

ડ્રગ્સની અંદાજિત કિંમત રૂ.350 કરોડથી વધુ

અત્યારના સમયમાં ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ વધુ જતું હોય તેમ છાસવારે ડ્રગ્સ સાથે આરોપીઓ પકડાતા હોય છે ત્યારેવધુ એકવાર દેવોની નગરી ગણાતા દ્વારકામાં પોલીસે 60 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સ આરાધનાધામ પાસે કારમાંથી મળી આવ્યું છે. પકડાયેલા ડ્રગ્સની અંદાજીત કિમંત રૂ. 350 કરોડ છે.

Breaking / રાજ્યમાં વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, મુન્દ્રા બાદ હવે  દ્વારકામાંથી ઝડપાયો કરોડોના Drugsનો જથ્થો - GSTV
 

ગુજરાતના દરિયા માર્ગેથી ઘૂસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડાઈ ચૂક્યો છે. મુન્દ્રામાં કરોડોના ડ્રગ્સ બાદ પકડાયા બાદ હવે દ્વારકામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. દેવભૂમિ દ્રારકામાથી ડ્રગ્સનો કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયુ છે. દરિયાઈ માર્ગેથી આવતો 66 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જે અંદાજે 350 કરોડની કિંમતનું ડ્રગ્સ છે.
સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સનો જથ્થો 66 કિલો છે. જેમાં 16 કિલો હેરોઈન છે જ્યારે 50 કિલો એમડી ડ્રગ્સ છે. દેવભૂમિ દ્વારકાના આરાધના ધામ પાસેથી ઝડપાયેલા આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રી બજારમાં કરોડોની થાય છે. આ પહેલીવાર નથી જ્યારે ગુજરાતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો હોય. તાજેતરમાં મુંદ્રામાંથી 3 હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાયું હતું. પોરબંદરના દરિયા કિનારેથી પણ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને હવે દ્વારકાના દરિયા કિનારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *