- એસ્પાયર-2 નામની બિલ્ડીંગનુ કન્ટ્રક્શન ચાલતુ હતુ ત્યારે આ બનાવ બન્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
અમદાવાદ શહેરમાં ભરત ઝવેરી ગ્રુપની કન્ટ્રક્શન સાઈટ પર મોટી દૂર્ઘટના ઘટી છે. ગુજરાત યુનિવર્સીટી પાસેના વિસ્તારમાં એસ્પાયર-2 નામની બિલ્ડીંગના સાતમાં માળેથી લિફ્ટ તુટતા 8 મજૂર નીચે પટકાયા હતા, જેમાંથી 7 મજૂરના મોત થયા હતા, અને 1 મજૂરની હાલત બહુ ગંભીર છે. મળતી માહિતી મુજબ બિલ્ડીંગનુ કન્ટ્રક્શન ચાલતુ હતુ ત્યારે આ બનાવ બન્યો હતો. આ ઘટનાની જાણ થતા અમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ઈજાગ્રસ્ત થયેલા મજુરોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ ફાયર વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે, આ દુર્ઘટના અંગે અમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નહોતી, સમાચારના માધ્યમથી જ અમને જાણ થઈ હતી. હાલ અધિકારીઓ દ્વારા સેફ્ટી સહિતની સુવિધા અંગેની તપાસ કરવામાં આવી રહી છે. મૃત્યુ પામનાર મજૂરોની વાત કરીએ તો સંજયભાઈ બાબુભાઇ નાયક ,જગદીશભાઈ રમેશભાઈ નાયક,અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ,મુકેશ ભરતભાઈ નાયક ,મુકેશભાઇ ભરતભાઇ નાયક, રાજમલ સુરેશભાઇ ખરાડી,પંકજભાઇ શંકરભાઇ ખરાડીનો સમાવેશ થાય છે. આ ઘટના અંગે મૃતકના સગાઓએ જણાવ્યુ હતુ કે, લીફ્ટમાં માલ ચડાવતા હતા તે સમયે આ ઘટના બની હતી.
અહેવાલ – કિરણગીરી ગોસ્વામી