પાટણ શહેરમાં પડતર માંગણીઓ અંગે આશા અને ફેસીલીએટર બહેનોનું સરકાર સમક્ષ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

Views 178

પાટણ જિલ્લાની આશા અને ફેસીલીએટર બહેનો દ્વારા સરકાર સમક્ષ લઘુતમ વેતન અને કામોના કલાક નક્કી કરવા સહિતની વિવિધ માંગો સાથે કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
રાજ્ય આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયનના નેજા હેઠળ બુધવારે પાટણ જિલ્લાની આશા અને ફેસીલીએટર બહેનો કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઇ સૂત્રોચાર સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું.

આશા બહેનોએ જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા આશા બહેનો માટે 5000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ પગાર વધારો ઇન્સેટીવ છે કે પગાર છે તેવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, આ ઉપરાંત હાલમાં મળતા ઇન્સેટિવ ચાલુ રહેશે કે કેમ તેમજ લઘુતમ વેતનની માગણી હોવા છતાં ખૂબ નાની રકમ જાહેર કરાઈ હોય તેમની માંગ લઘુતમ વેતન આપવા તેમજ કામોના કલાકો નક્કી કરવા દરેક સેવાની કામગીરીનું પૂરેપૂરું વાંચતા જેવી વિવિધ માગણીઓ તાત્કાલિક અસરથી સ્વીકારવા માંગ કરી હતી.

રિપોર્ટર – સમા સદ્દામ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *