અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી નજીક મોટી દુર્ઘટના, સાતમાં માળેથી લીફ્ટ તૂટતાં સાત મજૂરોના મોત એક ઘાયલ

Views 549

  • એસ્પાયર-2 નામની બિલ્ડીંગનુ કન્ટ્રક્શન ચાલતુ હતુ ત્યારે આ બનાવ બન્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

અમદાવાદ શહેરમાં ભરત ઝવેરી ગ્રુપની કન્ટ્રક્શન સાઈટ પર મોટી દૂર્ઘટના ઘટી છે. ગુજરાત યુનિવર્સીટી પાસેના વિસ્તારમાં એસ્પાયર-2 નામની બિલ્ડીંગના સાતમાં માળેથી લિફ્ટ તુટતા 8 મજૂર નીચે પટકાયા હતા, જેમાંથી 7 મજૂરના મોત થયા હતા, અને 1 મજૂરની હાલત બહુ ગંભીર છે. મળતી માહિતી મુજબ બિલ્ડીંગનુ કન્ટ્રક્શન ચાલતુ હતુ ત્યારે આ બનાવ બન્યો હતો. આ ઘટનાની જાણ થતા અમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ઈજાગ્રસ્ત થયેલા મજુરોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ ફાયર વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે, આ દુર્ઘટના અંગે અમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નહોતી, સમાચારના માધ્યમથી જ અમને જાણ થઈ હતી. હાલ અધિકારીઓ દ્વારા સેફ્ટી સહિતની સુવિધા અંગેની તપાસ કરવામાં આવી રહી છે. મૃત્યુ પામનાર મજૂરોની વાત કરીએ તો સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​​​​​,જગદીશભાઈ રમેશભાઈ નાયક,અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ​​​​,મુકેશ ભરતભાઈ નાયક ​​​​​​,મુકેશભાઇ ભરતભાઇ નાયક​​​​​​​, રાજમલ સુરેશભાઇ ખરાડી,પંકજભાઇ શંકરભાઇ ખરાડીનો સમાવેશ થાય છે. આ ઘટના અંગે મૃતકના સગાઓએ જણાવ્યુ હતુ કે, લીફ્ટમાં માલ ચડાવતા હતા તે સમયે આ ઘટના બની હતી.

અહેવાલ – કિરણગીરી ગોસ્વામી

Happy
Happy
0 %
Sad
Sad
50 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
25 %
Surprise
Surprise
25 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *