એશિયા કપ પોતાના અંતિમ ચરણમાં પહોચી ગયુ છે. ભારતે એશિયા કપની ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે બીજી તરફ અફઘાનિસ્તાન રેસમાંથી બહાર થઇ ગયુ છે. મંગળવારે ભારત અફઘાનિસ્તાન સામે ઔપચારિક મેચ રમવા માટે ઉતરશે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 26 સપ્ટેમ્બરે મેચ રમાશે. આ બન્નેમાંથી 28 સપ્ટેમ્બરે દુબઇમાં ભારત વિરૂદ્ધ કઇ ટીમ રમશે તેનો નિર્ણય હવે બુધવારે રમાનાર મેચમાં થશે.
પાકિસ્તાન Vs બાંગ્લાદેશમાંથી જીતનાર ટીમ ફાઇનલમાં પહોચશે
બુધવારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સુપર ફોરની અંતિમ મેચ રમાવાની છે. ભારત મંગળવારે અફઘાનિસ્તાન વિરૂદ્ધ પોતાની અંતિમ સુપર ફોર મેચ રમશે. આ મેચમાં હાર જીતથી કોઇ ફરક નહી પડે. અફઘાનિસ્તાન સુપર ફોરમાં અનલકી રહ્યું છે અને પાકિસ્તાન બાદ તેને બાંગ્લાદેશ વિરૂદ્ધ પણ જીતેલી મેચ ગુમાવી દીધી હતી.
ભારત સૌથી મજબૂત
ભારતે બન્ને મેચ જીતી છે તે બાદ તેના 4 પોઇન્ટ થઇ ગયા છે. બન્ને મેચ એક તરફી જીતવાને કારણે તેની નેટ રનરેટ પણ +1.33 છે. ફાઇનલની રેસમાંથી બહાર થયેલી અફઘાનિસ્તાનની નેટ રનરેટ પાકિસ્તાન અને બાંગ્લાદેશથી સારી છે. અફઘાનિસ્તાનની નેટ રનરેટ -.07 છે.
ભારત સામે એશિયા કપની ફાઇનલમાં કોણ ટકરાશે.
Views 55