ઘણીવાર ખૂબ જ થાક લાગે છે, ખૂબ પરસેવો થાય છે, નબળાઈ જેવું લાગે છે, શરીર ઠંડું પડી જાય, ચક્કર આવે, આંખે અંધારાં આવે છે. આવું થાય ત્યારે આપણે ગભરાઈને ડોકટરને મળવા દોડી જઈએ છીએ અને ત્યારે ખબર પડે છે કે આ તો લો બ્લડપ્રેશરને લીધે થાય છે. જોકે આ સિવાય પણ લો બ્લડપ્રેશર થવાનાં બીજાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે ફેફસાની બીમારીમાં, હૃદયરોગની બીમારીમાં, કિડનીના રોગોમાં, લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટવાથી કે હાઈ બ્લડપ્રેશરની વધુ દવાઓ લેવાથી પણ લો બ્લડપ્રેશર થઈ શકે છે.
-લો બ્લડપ્રેશરને કારણે તકલીફનાં લક્ષણો દેખાતાં હોય તો એ પ્રત્યે બેદરકારી સારી નથી, કેમ કે શરીરમાં લો બીપીને કારણે લોહીનું પરિભ્રમણ ઓછું થતાં શરીરના જુદાંજુદાં અવયવો અને કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક તત્વો મળતાં નથી.
લો બીપીના લક્ષણો-
ચક્કર આવે, માથું ફરે, બેભાન થઈ જવાય, શરીરમાં નબળાઈ વર્તાય, થાક લાગે, શ્વાસ ઝડપી બને, એકાગ્રતા ઘટે, નજર ધૂંધળી બને, શરીર ઠંડું પડતું લાગે, ચામડીનો રંગ ફિક્કો પડી જાય, ઊબકા આવે, ડિપ્રેસ થઈ જવાય, નાડી તેજ થઈ જાય, ખૂબ તરસ લાગે. જો લાંબો સમય બીપી નીચું જ રહે તો સમય જતાંની સાથે લક્ષણો ગંભીર થતાં જાય. બીપી ખૂબ જ નીચું જતું રહે તો છાતીમાં દુખાવો થાય અને ક્યારેક હાર્ટ અટેક પણ આવી શકે. જો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો જાન જોખમમાં મુકાય.

અવારનવાર બીપી લો થવાનાં કારણો:-
ડિહાઇડ્રેશન
ભૂખ્યા રહેવાને કારણે અથવા તો ઝાડાઊલટી થવાને કારણે શરીરમાંથી પાણી અને ક્ષારોનું પ્રમાણ ઓછું થતાં બીપી લો થઈ જાય.
એનિમિયા
શરીરમાં લોહીનું પ્રમાણ અથવા લોહીમાં રહેલા હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય ત્યારે બીપી લો થઈ જાય છે.
હૃદયના રોગો
હાર્ટઅટેક, હાર્ટફેલ્યર, હૃદયના વાલ્વની બીમારીને લીધે હૃદય ધીમું પડવાને કારણે પણ બલ્ડ પ્રેશર ઓછું થઈ જાય.
અન્ય કારણો
ઈજા, એક્સિડન્ટ, જઠરમાં પડેલાં ચાંદાંમાંથી રક્તસ્ત્રાવ અને યકૃતના રોગોમાં પણ બીપી લો થઈ જાય છે. થાઇરોડ, એડ્રીનલ ગ્રંથિ કે ડાયાબિટીસમાં લો બ્લડશુગરને કારણે પણ બીપી લો થઈ શકે છે. વધુ પડતી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી અચાનક જ બીપી લો થઈ જાય છે. ખોરાકની, વસ્તુઓની કે દવાની એલર્જીને કારણે આમ થઈ શકે.
અચાનક બીપી લો થાય ત્યારે શું કરવું? તેના લક્ષણો અને કારણો?
Views 63