UN: ટ્રમ્પે સુષ્માને કહ્યું- હું ભારતને પ્રેમ કરું છું દોસ્ત મોદીને મારા સલામ કહેજો

Views 61

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાઉન્ટર નાર્કોટીક્સ વિશે થયેલી ઉચ્ચસ્તરીય કાર્યક્રમ દરમિયાન સોમવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ હતી. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, હું ભારતને પ્રેમ કરું છું, મારા દોસ્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારા સલામ કહેજો. આ કાર્યક્રમના સમાપન સમયે ટ્રમ્પ જ્યારે સ્ટેજ પરથી નીચે ઉતર્યા ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકન રાજદૂત નિક્કી હેલી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ગળે ભેટ્યા હતા અને તેમની અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરાવી હતી.
ભારતીય રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુષ્માએ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિને કહ્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ લઈને આવ્યા છે. ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે, હું ભારતને પ્રેમ કરું છું. મારા મિત્ર પીએમ મોદીને મારી સલામ કહેજો.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 73માં સત્રની ઉચ્ચ સ્તરીય સપ્તાહની શરૂઆતમાં એન્કાઉન્ટર નાર્કોટીક્સ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ તેમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

ટ્રમ્પ મોદીને ખૂબ પસંદ કરે છે
– પત્રકાર બોબ વુડવર્ડે તેમના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, ટ્રમ્પ પીએમ નરેન્દ્ર મોદીને તેમના મિત્ર માને છે અને ખૂબ પસંદ કરે છે.
– જુલાઈ 2017માં જ્યારે મોદી અમેરિકાની મુલાકેત ગયા હતા ત્યારે ટ્રમ્પે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે પીએમ મોદીને કહ્યું હતું કે, વ્હાઈટ હાઉસ ભારતનો સાચો મિત્ર છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *