રાજ્ય સરકાર પ્રમોશનમાં આરક્ષણ આપી શકે છે,: સુપ્રીમ કોર્ટ

Views 61

સુપ્રીમ કોર્ટે બુધવારે આપેલા એક મહત્વના ચુકાદામાં કહ્યું છે કે, સરકારી નોકરીઓમાં પ્રમોશન આપવામાં આરક્ષણનો લાભ રાજ્ય સરકાર તેમના સ્તરે આપી શકે છે. તે માટે નાગરાજ કમિટીની ભલામણને પુન:વિચાર માટે મોટી બેન્ચને મોકલવી જરૂરી નથી. કોર્ટે એવું પણ કહ્યું છે કે, પ્રમોશન માટે ડેટા એકત્ર કરવો જરૂરી નથી. આમ, સુપ્રીમ કોર્ટે પ્રમોશન મુદ્દે 2006નો નિર્ણય યથાવત રાખ્યો છે.
શું હતો 2006નો નિર્ણય?
હકીકતમાં 2006માં સુપ્રીમ કોર્ટની 5 જજની બંધારણીય બેન્ચે નોકરીમાં પ્રમોશનમાં આરક્ષણ વિશે ચુકાદો આપ્યો હતો. તે સમયે કોર્ટે અમુક શરતો સાથે આ વ્યવસ્થાને યોગ્ય ગણાવી હતી. જોકે 12 વર્ષ પછી પણ ન તો કેન્દ્ર અને રાજ્ય સરકારે આ આંકડા આપ્યા છે. તેની જગ્યાએ ઘણી રાજ્ય સરકારે પ્રમોશનમાં આરક્ષણ કાયદો પાસ કરી દીધો પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશના કારણે આ કાયદો રદ કરવામાં આવતો હતો. નોંધનીય છે કે, એસસી-એસટી સંગઠનોએ પ્રમોશનમાં આરક્ષણની માગ વિશે 28 સપ્ટેમ્બરે એક મોટા આંદોલનની જાહેરાત કરી છે
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *