ફોટો શેરિંગ એપ ઈંસ્ટાગ્રામના કો ફાઉન્ડ કેવિન સિસ્ટ્રોમ (34) અને માઈક ફ્રીગરે (32) રાજીનામું આપી દીધું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે બંનેએ સોમવારે સાંજે આ વિશે જાહેરાત કરી હતી. સિસ્ટ્રોમ ઈંસ્ટાગ્રામના સીઈઓ અને ફ્રીગર ચીફ ટેક્નિકલ ઓફિસરની જવાબદારી સંભાળી રહ્યા છે. બંને હવે થોડા દિવસમાં કંપની છોડી દેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પેરેન્ટ કંપની ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ સાથે વિવાદોના કારણે બંનેએ આ નિર્ણય લીધો છે.
એપ્રિલમાં વોટ્સએપના કો-ફાઉન્ડરે રાજીનામું આપ્યું
– 5 મહિના પહેલાં વોટ્સએપના સીઈઓ અને કો-ફાઉન્ડર અને ફેસબુકના બોર્ડ મેમ્બર જોન-કોમે કંપની છોડી દીધી છે. તેમણે પણ ફેસબુક સાથેના વિવાદોના કારણે રાજીનામું આપી દીધું છે. તેઓ ફેસબુકની ડેટા પોલિસીથી નારાજ હતાં. ફેસબુકે 2014માં વોટ્સએપને ખરીદ્યું હતું.
ફેસબુકના ગ્રોથમાં ઈંસ્ટાગ્રામ મહત્વનું
– ફેસબુકે 2012માં 100 કરોડ ડોલર (હાલની કિંમત પ્રમાણે રૂ. 7200 કરોડ)માં ઈંસ્ટાગ્રામ ખરીદ્યું હતું. છ વર્ષ પહેલાં ઈંસ્ટાગ્રામના માત્ર 3 કરોડ યુઝર્સ હતા. હવે આ સંખ્યા 100 કરોડને પાર થઈ ગઈ છે. ફેસબુકની આવકનો મોટો હિસ્સો ઈંસ્ટાગ્રામ પરથી આવે છે.
– સિસ્ટ્રોમ અને ફ્રીગર 2010માં પહેલીવાર મળ્યા હતા. સિસ્ટ્રોમના બનાવવામાં આવેલા એક સોફ્ટવેર પ્રોજેક્ટને બંનેએ ભેગા કરીને ઈંસ્ટાગ્રામમાં કન્વર્ટ કરી દીધો હતો. ફેસબુક છોડ્યા પછી બંને કોઈ નવા પ્રોજેક્ટ માટે કામ કરશે.
– સિસ્ટ્રોમ અને ફ્રીગરની કંપની છોડવાની વાતથી હવે ઈંસ્ટાગ્રામના ભવિષ્ય સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણકે ફેસબુક પહેલાં જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ડેટા લીક મામલે કંપનીનું નામ ખરાબ થયું છે અને યુઝર્સની સંખ્યા ઘટી રહી છે.
ઈંસ્ટાગ્રામના 2 કો-ફાઉન્ડરના રાજીનામા,5 મહિનામાં 3 ઓફિસરે કંપની છોડી
Views 63