ઉદયપુરમાં તાલિબાની હત્યા LIVE:કનૈયાલાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, પત્નીએ કહ્યું- હત્યારાઓને ફાંસી આપો

Views 141

 

ઉદયપુરમાં તાલિબાની હત્યા LIVE:કનૈયાલાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, પત્નીએ કહ્યું- હત્યારાઓને ફાંસી આપો

* * કનૈયાલાલે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી.

     ઉદયપુરમાં માર્યા ગયેલા કનૈયાલાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો શહેરના સૌથી મોટા સ્મશાન ઘાટ અશોક નગર પહોંચ્યા છે. આ ઘટનાના વિરોધમાં સમગ્ર શહેર બંધ છે. આ પહેલા જ્યારે પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો ત્યારે ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. તેમની પત્નીએ કહ્યું કે હત્યારાઓને ફાંસીની સજા મળવી જોઈએ, નહીં તો આ લોકો ઘણા લોકોને મારી નાખશે.

     તાલિબાનોની જેમ હત્યા કર્યા બાદ ઉદયપુરમાં ઠેર-ઠેર પોલીસ તહેનાત કરવામાં આવી છે. 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સમગ્ર રાજસ્થાનમાં 24 કલાક ઈન્ટરનેટ બંધ છે અને એક મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. વહીવટીતંત્રે ભીડ એકત્ર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને આ દરમિયાન ભાજપે ઉદયપુર બંધનું એલાન આપ્યું છે.

     હત્યાના 4 કલાક બાદ બે આરોપીઓ ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બરની ધરપકડ કરવામાં આવી છે. NIA અને SITની ટીમ ઉદયપુર પહોંચી ગઈ છે. પૂછપરછ બાદ NIA પોતાના હાથમાં તપાસ સંભાળી શકે છે. SIT ટીમમાં ADG અશોક રાઠોડ સહિત ચાર લોકો ઉદેપુર પહોંચી ગયા છે.
      જોધપુરથી જયપુર જતા સમયે અશોક ગેહલોતે ઉદયપુરની ઘટના પર કહ્યું- શું પ્લાન અને ષડયંત્ર હતું. કોની લિંક છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કડી શું છે. આ તમામ બાબતો બહાર આવશે. આ ઘટના સામાન્ય નથી. કેટલાક અસામાજીક તત્વો હોઈ શકે છે. આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. જે પણ જાણવા મળશે, તે હું જણાવીશ.
વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા મૃતકના સ્વજનોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
*વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા મૃતકના સ્વજનોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

     આટલું જ નહીં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા પણ પરિવારજનોને મળવા ઉદયપુરની એમબી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે સરકારનાં ગુપ્તચર વિભાગની આ નિષ્ફળતા છે. ગુનેગારોમાં હવે કોઈ ડર રહ્યો નથી. અત્યાર સુધી ઘણા એસએચઓને હટાવ્યા નથી.

*મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી
સીએમ અશોક ગેહલોત પણ ત્રણ દિવસનો જોધપુર પ્રવાસ અધવચ્ચે છોડીને જયપુર જવા રવાના થઈ ગયા છે. જયપુર પહોંચ્યા બાદ સીએમએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આમાં અમે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરાશે. બેઠકમાં સીએસ, ડીજીપી, ગૃહ અને પોલીસ વિભાગના તમામ અધિકારીઓ હાજર રહેશે.

ઉદયપુરની મહારાણા ભૂપાલ સિંહ હોસ્પિટલના શબઘરમાં પોસ્ટમોર્ટમની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.
*ઉદયપુરની મહારાણા ભૂપાલ સિંહ હોસ્પિટલના શબઘરમાં પોસ્ટમોર્ટમની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.

     મંગળવારે બપોરે દુકાનમાં ઘૂસીને દરજી કનૈયાલાલ સાહુની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો તેમજ વીડિયો બનાવી વડાપ્રધાન મોદીને પણ ધમકી આપી હતી. હત્યા બાદ પરિવારે કેટલીક માંગણીઓ કરી હતી. આ અંગે સંમતિ મળ્યા બાદ કનૈયાલાલના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો હતો. મૃતકનાં પરિવારજનોને 31 લાખલા સહાય અને બંને પુત્રોને નોકરીની ખાતરી આપવામાં આવી છે. બેદરકારી દાખવવા બદલ ધાનમંડી પોલીસ સ્ટેશનના એએસઆઈ ભંવરલાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મોડી રાત્રે લગભગ 10 વાગ્યે પરિવાર અને વહીવટીતંત્ર વચ્ચે સમજૂતી થઈ હતી. આ પછી મૃતદેહને શબઘરમાં લાવવામાં આવ્યો હતો.
*મોડી રાત્રે લગભગ 10 વાગ્યે પરિવાર અને વહીવટીતંત્ર વચ્ચે સમજૂતી થઈ હતી. આ પછી મૃતદેહને શબઘરમાં લાવવામાં આવ્યો હતો.

*હુમલાખોરો માપ આપવાના બહાને દુકાનમાં ઘુસ્યા હતા
અગાઉ બંને હુમલાખોરો મંગળવારે કપડાનું માપ આપવાના બહાને દરજી કનૈયાની દુકાનમાં ઘૂસ્યા હતા. હત્યારાઓએ ઘાતકી રીતે તેની હત્યા કરી હતી. જેના કારણે ઉદેપુરમાં દિવસભર વાતાવરણ તંગ રહ્યું હતું. હત્યાકાંડનો વિરોધ કરી રહેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાથી નારાજ લોકોના વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓની પોલીસ સાથે ઘણી વખત ઘર્ષણ પણ થયું હતું. ઉદયપુરનો સમગ્ર વહીવટી સ્ટાફ સ્થળ પર જ રહ્યો હતો.

*રાજસમંદમાંથી આરોપીની ધરપકડ
કનૈયાલાલની હત્યા કર્યા બાદ આરોપી મોહમ્મદ રિયાઝ અને મોહમ્મદ ગૌસ તેમની બાઇક પર નાથી જવા માટે નીકળ્યા હતા. પરંતુ આ દરમિયાન ડીએસટીની ટીમે રાજસમંદ પોલીસની મદદથી બંને આરોપીઓની ભીમ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી હતી. ડીએસટી ટીમના પ્રહલાદસિંહને મળેલી ટીપના આધારે ડીએસટીની ટીમે સમયસર બંનેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ બાઇક પરથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેઓને નાકાબંધી કરીને ઝડપી લેવામાં આવ્યા હતા.

*પોસ્ટને લઈને વિવાદ થયો, કનૈયાલાલની ધરપકડ પણ થઈ
ઈશ્વરના કહેવા પ્રમાણે, શેઠજીએ 10-15 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. આ બાબતે ઝઘડો થયો હતો. કનૈયાલાલની સામે પાડોશીએ 11 જૂને ધાનમંડી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. 11 જૂને પોલીસે કનૈયાલાલની ધરપકડ કરી હતી. તે જ દિવસે બંને પક્ષોએ સમાધાન કરી લીધું હતું. કનૈયાલાલને પણ ઘરે મોકલી દેવાયા હતા. જો કે ભયભીત કરનારું તો એવું છે કે હત્યારાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શેઠજીનું ગળું કાપી નાખવાની ધમકી આપી હતી અને તેમણે દુકાનમાં ઘુસીને ગળું કાપીને હત્યા પણ કરી નાંખી. તેમણે સોશિયલ મીડિયા પર કબૂલાત પણ કરી હતી. પીએમ મોદીને પણ મારી નાખવાની ધમકી આપી હતી.

*CMએ શાંતિ જાળવવાની કરી અપીલ
સીએમ જોધપુર એરપોર્ટ પહોંચ્યા બાદ ઉદયપુર કેસમાં નિવેદન જારી કર્યું. તેમણે કહ્યું – આ ખૂબ જ ચિંતાનો વિષય છે. કોઈની હત્યા ચિંતાજનક છે. સમગ્ર દેશમાં તણાવનું વાતાવરણ સર્જાયુ છે. વાતાવરણ સારું નથી. શેરીઓમાં જ્યાં વસ્તી ઓછી છે ત્યાં તેઓ વધુ ચિંતિત છે.

હત્યા બાદ ઉદયપુરમાં તંત્રએ બજારો બંધ કરાવી દીધા છે. જ્યારે ભીડ એકઠી થશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે.
*હત્યા બાદ ઉદયપુરમાં તંત્રએ બજારો બંધ કરાવી દીધા છે. જ્યારે ભીડ એકઠી થશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *