બાળકોના મોઢામાં ચાંદા પડે તેને તબીબી ભાષામાં apthous ulcer કહે છે. છ માસથી નાના બાળકો કે જેઓ બહારનું દૂધ પીવે છે, જે બાળકો શીશીથી દૂધ પીવે છે તેમજ જે બાળકોની માતાની નીપલ પર ફંગસનો ચેપ હોય તે બાળકોમાં મોઢામાં ચાંદા પડે છે. એક થી પાંચ વર્ષના જે બાળકોને પેન, પેન્સિલ કે ઇલેક્ટ્રોનિક રમકડા મોઢામાં નાખવાની ટેવ હોય, આર્યન, વિટામીન B12 અને ફોલિક એસિડની ખામી હોય, કોઈ વાયરસ કે બેક્ટેરિયાનો તાવ હોય, ઓરી, અછબડા કે હર્પીસ વાયરસનો ચેપ હોય તે બાળકોમાં મોઢામાં ચાંદા પડવાની સંભાવના વધુ હોય છે. ડો. આશિષ ચોકસી જણાવી રહ્યાં છે બાળકોના મોંમાં ચાંદા પડે તો શું કરવું.
પાંચથી બાર વર્ષના બાળકોમાં કબજીયાત કે ટાયફોઇડ હોય, દાંતના રોગ કે તેની સારવાર ચાલતી હોય, નવું બ્રશ વાપરવા માટે લેવામાં આવે, અમુક કલર અને સુગંધવાળા ખોરાક વધુ માત્રામાં લેવામાં આવે તેમજ વધુ મસાલાવાળા અને ગરમ ખોરાક લેવામાં આવે ત્યારે મોઢામાં ચાંદા પડવાની સંભાવના વધી જાય છે.
ટીનએજ બાળકોમાં સ્ટ્રેસ પણ હોઈ શકે છે કારણ
ટીનએજ બાળકોમાં કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ હોય જેમકે પરીક્ષા, ઉજાગરા, ટ્રાવેલિંગ તે દરમ્યાન મોઢામાં ચાંદા પડવાની સંભાવના વધી જાય છે. નાના બાળકોમાં ભૂલથી કોઈ વસ્તુઓ મોમાં નાખે જેમકે સાબુ, પેસ્ટ, માટી તો પણ મોમાં ચાંદા પડે છે. છેલ્લા ત્રણ જે ચાર વર્ષથી પાંચથી બાર વર્ષના બાળકોમાં HAND, FOOT MOUTH વાયરસને લીધે મોઢામાં ચાંદા પડતા જોવા મળે છે.
ચાંદા મટતા ત્રણથી ચાર અઠવાડિયાનો સમય લાગે છે
નાના 1 થી 10 એમ.એમનાં ચાંદાને મટતા સાતથી દસ દિવસ જેટલો સમય લાગે છે. મોટા 10 થી 30 એમ.એમના ચાંદાને મટતા ત્રણથી ચાર અઠવાડિયા જેટલો સમય લાગે છે. ચાંદા નીચેના હોઠની અંદરની બાજુએ તેમજ બંને ગાલની અંદરની બાજુ જેને બકલ મ્યુકોસા કહે છે તેમાં વધુ જોવા મળે છે. પીળા કે કથ્થાઈ કલરના ગોળ કે લંબગોળ ચાંદાની આજુબાજુનો ભાગ લાલ હોય છે. ત્યાં ખોરાક અડે તો પણ ઘણો દુખાવો થતો હોય છે.
ચાંદાના અન્ય લક્ષણો
ચાંદાના અન્ય લક્ષણોમાં મોઢામાંથી લાળ પડવી, ચાવવામાં અને ગળવામાં તકલીફ પડવી, ખાવાપીવાનું ઓછુ કરી દેવું, થોડું મોઢું ખુલ્લું રાખવું તેમજ ચિડિયાપણું જોવા મળે છે.
ચાંદાની સારવાર
ચાંદાની સારવારમાં જે રોગને કારણે ચાંદા પડ્યા હોય તે રોગની સારવાર તરત કરવી. બાળકને સૂપ, પ્રવાહી વધુ આપવા. જીભ પર લગાવવાની જેલથી દુખાવામાં આંશિક રાહત થાય છે. બાળકના રમકડા સ્વચ્છ રાખવા. બાળકની જીભ કે મોઢું સાફ કરવાનું કપડું ખરબચડું નાં હોવું જોઈએ.
બાળકોના મોઢામાં ચાંદા પડે ત્યારે શું કરવું?
Views 65