પીએનબી કૌભાંડ: ચોક્સીના પ્રત્યર્પણમાં મદદ કરવાનું એન્ટિગુઆનું સુષ્માને વચન.

Views 70

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની મુશ્કેલીઓ વધી શકે છે. ગુરૂવારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્રમાં એન્ટિગુઆ અને બહબૂડાના વિદેશમંત્રી ઈપી ચેત ગ્રીનને ચોક્સીના પ્રત્યર્પણને લઈને વાત કરી. ગ્રીને ભરોસો અપાવ્યો કે તેઓ દરેક શક્ય મદદ કરશે. ચોક્સી આ સમયે એન્ટિગુઆમાં જ છે.
એન્ટિગુઆને આપી કૌભાંડની જાણકારી
– ન્યુઝ એજન્સીએ વિદેશ મંત્રાલયના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, સુષ્મા ગ્રીનને એવું સમજાવવામાં સફળ રહ્યા કે ચોક્સી ભારતમાં બહુ મોટું કૌભાંડ કરીને ભાગ્યો છે. એન્ટિગુઆ અને ભારતની વચ્ચે પ્રત્યાર્પણ સંધિ થઈ ચૂકી છે. તેની મદદથી ચોક્સીને પાછો લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
– ચોક્સીના એન્ટિગુઆમાં હોવાની પુષ્ટિ પછી ભારતીય એજન્સીઓ તેના સુધી પહોંચવા માટે દરેક વિકલ્પ પર કામ કરી રહી છે. થોડાક સમય પહેલા એન્ટિગુઆ સરકારે જણાવ્યું હતું કે ભારત પાસેથી પોલીસ ક્લિયરન્સ મળ્યા પછી જ ભાગેડુ વેપારીને એન્ટિગુઆનું નાગરિકત્વ આપવામાં આવ્યું.
– એન્ટિગુઆ સરકારના જણાવ્યા પ્રમાણે, મે 2017માં ચોક્સીએ નાગરિકત્વ માટે અરજી કરી હતી. તેણે જરૂરી કીગળો પણ જમા કર્યા હતા. તેમાં એન્ટિગુઆ અને બરબૂડા સિટિઝનશિપ બાય ઇન્વેસ્ટમેન્ટ ઍક્ટ 2013ના સેક્શન 5 (2) (b) હેઠળ જરૂરી ભારતીય પોલીસનું ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ સામેલ હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *