યુએસ ઓપનમાં ચમત્કારિક પ્રદર્શન કરીને ગ્રાન્ડસ્લેમ જીત્યા બાદ પોતાની પ્રથમ ટૂર્નામેન્ટ રમી રહેલી એમ્મા રાડુકાનૂ પારિબાસ ઓપન ઇન્ડિયન્સ વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પરાજયનો કડવો સ્વાદ ચાખ્યો હતો. તે એલિયાકસાન્દ્રા સાસનોવિચ સામે સીધા સેટમાં 6-2, 6-4થી હારી ગઈ હતી. આ સાથે સતત 10 મેચ જીતવાના તેના અભિયાનનો પણ અંત આવી ગયો હતો. બેલારસની 27 વર્ષીય સાસનોવિચનું હાલમાં 100મું રેન્કિંગ છે.
વિમેન્સ સિંગલ્સની ઔઅન્ય મેચોમાં ઇગા સ્વિયાતેકે પેટ્રા મેટ્રિચને સીધા સેટમાં 6-1, 6-3થી, ચોથી ક્રમાંકિત ઇલેના સ્વિટોલિનાએ ટેરેઝા ર્માિટનોવાને 6-2, 7-૫થી તથા નવમી ક્રમાંકિત એનેત્સેસિયા પાવલ્યૂચેન્કોએ મેડિસન કીસને 6-3, 6-1થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. સિમોના હાલેપે અન્ય એક મેચમાં માર્ટા કોસ્તયૂકને પ્રથમ સેટમાં સંઘર્ષ કર્યા બાદ 7-6 (2), 6-1થી હરાવી હતી. વિક્ટોરિયા અઝારેન્કોએ પણ મગ્દા લિનેટે મુકાબલાને અધવચ્ચેથી પડતો મૂકતા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. શેલ્બી રોજર્સે ક્રિસ્ટિના કુચોવાને 6-2, 6-2થી હરાવી હતી. મેન્સ સિંગલ્સમાં અમેરિકાના જેનસન બ્રૂક્સબી અને ઔઅર્નેસ્ટો એસ્કોબેડોએ પણ ઔપોતપોતાના પ્રથમ મુકાબલા જીત્યા હતા. બ્રૂક્સલીએ સેમ ઇલેકલને 7-6 (૫), 6-4થી તથા એસ્કોબેડોએ હોલ્ગર રુનને 6-4, 6-1થી પરાજય આપ્યો હતો.