વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ઓડિશાના ભુવનેશ્વર : ફર્ટીલાઈઝર પ્લાન્ટના કામે વેગ પકડ્યો

Views 61

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના ભુવનેશ્વર પહોંચ્યા છે. અહીંયા તેમણે તાલચેર ફર્ટિલાઈઝર પ્લાન્ટના પુનરોદ્ધાર કાર્યની શરૂઆતને લીલી ઝંડી બતાવી. તે પછી મોદીએ એક જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે 2019ની ચૂંટણી જીતીને એકવાર ફરી વડાપ્રધાનપદની જવાબદારી સંભાળવાના સંકેત આપ્યા. ઉલ્લેખનીય છે કે કોલસા ગેસથી ચાલતો ભારતનો આ પહેલો ફર્ટિલાઇઝર પ્લાન્ટ હશે. ખાતર બનાવવા ઉપરાંત આ પ્લાન્ટ પ્રાકૃતિક ગેસ પણ પેદા કરશે જે દેશની ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવામાં યોગદાન આપશે. મોદી ઝરસુગુડામાં લોકલ એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન આજે છત્તીસગઢની પણ મુલાકાત લેશે અને ત્યાં પણ ઘણી યોજનાઓની શરૂઆત કરશે.
બપોરે છત્તીસગઢ જશે વડાપ્રધાન
વડાપ્રધાન ઓફિસ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે વડાપ્રધાન કોલસાની ખાણ અને ઝરસુગુડા-બારાપલી-સરદેગા રેલ રૂટને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ મોદી શનિવારે બપોરે 3.20 વાગે છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લા પહોંચશે. ત્યાં તેઓ પારંપરિક હથકરધા તેમજ કૃષિ પર એક પ્રદર્શનની મુલાકાત લેશે. તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓ અને પેંડ્રા-અનુપપુપરની ત્રીજી લાઈનનો શિલાન્યાસ કરશે.
કેન્દ્ર સરકારે લીધો ત્રણ તલાક ગેરકાયદે કરવાનો મહત્વનો નિર્ણય’
– મોદીએ કહ્યું, “જ્યારે બીજેપી સરકાર કેન્દ્રમાં સત્તામાં આવી, તે પછીથી ફર્ટીલાઈઝર પ્લાન્ટના કામે સ્પીડ પકડી. હું તમને ખાતરી આપું છું કે તાલચેર ફર્ટીલાઈઝર પ્લાન્ટનું બાંધકામ 36 મહિનામાં પૂરું થઈ જશે અને હું ફરી એકવાર અહીંયા તેના ઉદ્ઘાટન માટે આવીશ.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *