ફ્રાન્સની કંપનીઓને ભારતમાં સહયોગી પસંદ કરવાની આઝાદી : રાફેલ ડીલ

Views 67

રાફેલ ડીલ વિવાદ પર ફ્રાન્સ સરકારે શનિવારે સ્પષ્ટ કર્યું છે કે તેમના દેશની કંપનીઓ આ મામલે ભારતીય સહયોગી કંપનીઓ પસંદ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. મૂળે, ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસુઆ ઓલાંદે શુક્રવારે કહ્યું હતું કે રાફેલના નિર્માણમાં પાર્ટનરશીપ માટે ભારત સરકારે જ અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સનું નામ સામે રજૂ કર્યું હતું. વિપક્ષનો આરોપ છે કે આ ડીલમાં મોદી સરકારે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડને બદલે રિલાયન્સ ડિફેન્સને પ્રાધાન્ય આપ્યું.
ફ્રાન્સની કંપનીઓ જાતે જ નિર્ણય કરે છે
ફ્રાન્સ સરકારના પ્રવક્તાએ કહ્યું કે, ફ્રાન્સની સરકાર ભારતીય પાર્ટનર્સ પસંદગીમાં સામેલ નથી, જેને ફ્રાન્સની કંપની દ્વારા પસંદ કરવામાં આવી રહ્યા છે કે પછી પસંદ કરવામાં આવશે. ભારતમાં અધિગ્રહણ પ્રક્રિયા હેઠળ એ કંપનીઓનો નિર્ણય હોય છે કે કોને સૌથી વધુ યોગ્ય માને છે. ફ્રાન્સે કહ્યું કે, અમારી ચિંતા પ્લેનની ડિલીવરી અને ક્વોલિટી સુનિશ્ચિત કરવાને લઈને છે. સમજૂતી હેઠળ ફ્રાન્સની કંપનીઓ ભારતની અનેક ફર્મ્સ સાથે કરાર કર્યા છે. જેમાં ખાનગી અને સરકારી કંપનીઓ સામેલ છે.
ભારત સરકાની કોઈ ભૂમિકા નહીં
રક્ષા મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, ઓલાંદના આ નિવેદન કે ભારત સરકારે ડસોલ્ટની સાથે પાર્ટનરશીપ માટે એક ખાસ કંપનીનું નામ આપ્યું, તેની તપાસ કરવામાં આવી રહી છે. પહેલા જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આ કોમર્શિયલ નિર્ણયમાં ન તો ફ્રાન્સ અને ન તો ભારત સરકારની કોઈ ભૂમિકા હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *