સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજીત સોર્સ ઈન્ડીયા 2018 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નિવેદન પર વાર કરતાં કહ્યું હતું કે, પાર્લામેન્ટમાં ગળે મળી પ્રેમની રાજનીતિની વાતો કરનારા હવે ચોર કહી રહ્યાં છે. જે એમના સંસ્કારો દર્શાવે છે. આ તેમની નિમ્ન રાજનીતિ દર્શાવે છે.
3 દિવસ ચાલશે પ્રદર્શન
ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાણી સુરતમાં ચેમ્બર દ્વારા સરસાણાં કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી આપવા પહોંચ્યા હતાં.કન્વેન્સન સેન્ટરમાં સોર્સ ઈન્ડીયા 2018 કાર્યક્રમનું ઉદઘાટન સ્મૃતિએ કર્યું હતું.ટેકસટાઇલ ઉદ્યોગ ને પ્રોત્સાહન મળે તે માટે યોજાયેલા એક્ઝિબિશનમાં 34 દેશોના બાયર્સ અને 100 ટેકસટાઇલ કંપનીએ ભાગ લીધો છે. ત્રણ દિવસ સુધી આ એક્ઝિબિશન ચાલનારૂં છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. સાથે જ આ એક્ઝિબિશન ટેક્સટાઈલ ઉદ્યોગને નવી દિશા આપનારૂં બની રહેશે તેમ ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું.
રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાનીનો પલટવાર,આ પ્રકારની ભાષા તેમના સંસ્કારો દર્શાવે છે
Views 59