કેવી રીતે અટકશે બ્લેકમની?નવી નોટો હવે જૂની કરતાં વધારે

Views 59

નવેમ્બર 2018માં નોટબંધીના બે વર્ષ પૂરા થઈ રહ્યા છે. ભાજપ સરકાર નોટબંધીને ખૂબ મહત્વનું પગલું ગણાવી રહી છે, જ્યારે આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે, આટલો મોટો પહાડ ખોદ્યા પછી પણ કોઈ ખાસ ફાયદો થયો નથી. અન્ય પણ ઘણાં સવાલોના જવાબ આજે અમે તમને ભાસ્કર.કોમના સ્પેશિયલ રિપોર્ટમાં જણાવી રહ્યાં છીએ. જાણો કે અંતે નોટબંધીથી દેશ, સરકાર, અર્થવ્યલસ્થા અને સામાન્ય વ્યક્તિને શું ફાયદો થયો છે? શું અપેક્ષા પ્રમાણેની બ્લેકમની પકડાઈ છે? શુ નકલી નોટો માર્કેટમાંથી ઓછી થઈ છે?
500 અને 1000ની નોટોને બજારમાંથી હટાવવાનો એક માત્ર હેતુ બ્લેકમની અને નોટોની સંગ્રાહખોરી પર પ્રતિબંધ લગાવવાનો હતો. નોટબંધી પછી જાહેર કરવામાં આવેલી 2000ની નોટોની સંખ્યા માર્ચ 2017માં 328.5 કરોડની હતી. તેની કુલ કિંમત રૂ. 6 લાખ 57 હજાર કરોડ થતું હતું. આ આંકડો નોટબંધી દરમિયાન સર્ક્યુલેશનમાં હાજર 1000ની નોટોની કિંમત 6.32 લાખ કરોડ કરતાં ઘણું વધારે છે. સરકાર કહે છે કે, મોટી કિંમતની નોટોથી બ્લેકમની વધે છે. તો પછી જૂની હજારની નોટોથી વધારે કિંમતની બે હજારની નોટો જાહેર કરીને બ્લેકમની કેવી રીતે ઓછું થઈ ગયું?
આ સિવાય નોટબંધી સમયે કુલ કરન્સીમાં 500 અને 1000 રૂપિયાની નોટનો હિસ્સો 86 ટકા હતો. નોટબંધીના પછીના વર્ષે એટલે કે ડિસેમ્બર 2017માં 500 અને 2000ની નોટનો હિસ્સો 90 ટકા કરતાં વધી ગયો હતો. અહીં હવે સવાલ એ ઉભો થાય છેકે, મોટી કિંમતની નોટો પહેલાં કરતાં વધારે જાહેર કરવી હતી તો પછી નોટબંધીનો અર્થ શું? શું 2,000ની નોટથી બ્લેકમનીમાં વધારો નહીં થાય?

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *