Birthday Special : અભિનેત્રીના ઇશાનું ક્રિકેટર ઝાહિર ખાન સાથે હતું અફેયર, લિવ ઇનમાં પણ રહ્યા…

Views 172

અભિનેત્રી ઇશા શરવાણી આજે તેનો 37મો જન્મ દિવસ મનાવી રહી છે. હાલ તે તેના દીકરા અને માતા સાથે રહે છે. ઇશા તેની એક્ટિંગ, ફેશન સેન્સ અને તેના ડાન્સને લઇને ચર્ચામાં રહે છે. આજે ઇશાના જન્મદિવસે તેની પર્સનલ લાઇફ અંગે વાત કરીએ તો ઇશા શરવાણી ક્રિકેટર ઝાહિર ખાન સાથે અફેયરને લઇને પણ ઘણી ચર્ચામાં રહી હતી. ભારતીય ક્રિકેટના પૂર્વ તેજ બોલર ઝાહિર ખાનનું નામ અભિનેત્રી ઇશા સાથે જોડાયેલું હતું. ઇશાએ કિસના, લક બાઇ ચાન્સ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઝાહિર અને ઇશા લગગભ આઠ વર્ષ સાથે રહ્યા હતા. આ સિવાય બન્ને એકબીજા સાથે લિવઇનમાં રહેવાની પણ ખબર સામે આવી હતી. પરતું સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો નહીં. જોકે આ અંગે કોઇ માહિતી નથી કે બન્ને કેમ અલગ થયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઝાહિર ખાન અને ઇશા વર્ષ 2005માં એક ફંક્શન દરમિયાન મળ્યા હતા. જે બાદ બન્નેની ઓળખ પહેલા મિત્રતા થઇ અને આ મિત્રતા પછી પ્રેમમાં બદલાઇ ગઇ. કહેવામાં આવી રહ્યું છે કે બન્નેએ એકબીજાને પ્રપોઝ પણ કરી દીધું હતું તે બાદ બન્ને આઠ વર્ષ રિલેશનમાં રહ્યા.
બન્ને દરેક ફંક્શન, પાર્ટી, સોશિયલ કાર્યક્રમમાં સાથે જોવા મળતા હતા. વર્ષ 2011ના વર્લ્ડ કપ દરમિયાન એવી ખબર આવી હતી કે બન્નેના લગ્ન થવાના છે. પરંતુ આ ટૂર્નામેન્ટના થોડાક સમય બાદ જ બન્ને અલગ થઇ ગયા. જોકે આ અંગે ઝાહિર ખાને કઇ કહ્યું ન હતું. પરંતુ ઇશાએ કહ્યું હતું કે તે હજી પણ ઝાહિર ખાનને તેનો મિત્ર માને છે, અને તે બન્ને હંમેશા મિત્ર રહેશે. જોકે, કહેવામાં આવી રહ્યું છે કે અલગ થવાની પહેલ ઝાહિર ખાને કરી હતી. ચર્ચાતી વાતો અનુસાર ઝાહિર ખાને આવું રમત પર ધ્યાન આપવા માટે કર્યું. અને એવા પણ દાવા કરવામાં આવી રહ્યું છે કે બન્નેની વચ્ચે કોઇ ત્રીજુ આવી ગયું હતું.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *