સો વાર કાશી એક વાર પ્રાચી, સવા લાખ લોકો દ્વારા પિતૃતર્પણ

Views 171

બે વર્ષ કોરોના ઈફેક્ટ બાદ શ્રાાધ્ધ પક્ષમાં પિતૃ કાર્ય માટે શ્રાધ્ધાળુઓનો ભારે ધસારો
સરસ્વતી ઘાટમાં સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડી વિધીવત પૂજા

પ્રાંચીઃ સો વાર કાશી એક વાર પ્રાચી એવા પ્રાચી તીર્થમાં હાલ ચાલી રહેલ ભાદરવા માસ (પિતૃ માસ) નિમિતે જગ વિખ્યાત પ્રાચી તીર્થ મોક્ષ પીપળાને પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે મોટીસંખ્યામા યાત્રીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે અને ભાદરવા એક માસમાં જ કુલ ૧.૨૫ લાખ લોકો પિતૃઓના આત્માની શાંતિ માટે આવી ચુકયા છે.
સુપ્રસિદ્ધ યાત્રા ધામ પ્રાચી ખાતે આવેલા અતિ પ્રાચીન મોક્ષ પીપળો છે તેમજ પ્રાચી તીર્થમાંથી પસાર થતી પૂર્વ વાહીની સરસ્વતિ નદી કિનારે બિરાજમાન માધવરાયજી તેમજ રુક્ષમણીજીનું પ્રાચીન મંદિર છે તેમજ પવિત્ર સરસ્વતી ઘાટ છે તેમજ પ્રાચીન અલગ અલગ છ શિવ મંદિરો આવેલા છે.
પ્રાચી તીર્થ ગોર દેવેન્દ્ર ભાઈ પંડયા (હકુ દાદા) દ્વારા મળતી માહિતી મુજબ પ્રાચી તીર્થ પિતૃ તર્પણ માટે પ્રચલિત હોવાથી દૂર દૂર થી યાત્રીઓ પ્રાચી તીર્થમાં આવી પિતૃઓના મોક્ષ માટે પવિત્ર સરસ્વતી ઘાટમાં પવિત્ર સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડી વિધિ વત પૂજા અર્ચના કરી દાન દક્ષિણા આપી માધવરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ચૈત્ર, ભારદવા, કારતક માસમાં દૂરદૂરથી આવતા લોકો
પ્રાચી તીર્થમાં પિતૃ માસમાં યાત્રીઓ મોટીસંખ્યામાં જોવા મળે છે જેમાં ચૈત્ર,ભાદરવા અને કારતક મહિનામાં દૂરદૂરથી લોકો આવી અહીંયા પ્રાચી તીર્થના બ્રાહ્મણો દ્વારા વિધિવત પિતૃ કાર્ય કરાવે છે
બે વર્ષથી કોરોનાને કારણે નહીંવત લોકો આવેલ હતા
ભાદરવા મહિનામાં પિતૃ કાર્યનું મહત્વ વધારે હોવાથી છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લોકડાઉન હોવાથી આ વર્ષે આ ભાદ્ર પદ માસમાં પિતૃ કાર્ય માટે પ્રાચી તીર્થમાં આ એક મહિના દરમિયાન અંદાજે એક લાખ પચ્ચીસ હજાર જેટલા લોકોએ પિતૃઓના આત્માની શાંતિ માટે આવેલ છે અને પિંડ દાન કરી દાન દક્ષિણા કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે.
સાધુ સમાજ દ્વારા કરાતી પાણીની વ્યવસ્થા
પિતૃઓના મોક્ષાર્થે આવેલા યાત્રિકોને પીપળે પાણી રેડવા માટે પાણીની વ્યવસ્થા સાધુ સમાજ દ્વારા કરવામા આવે છે તેમજ સરસ્વતી નદી કિનારે બિરાજમાન માધવરાયજી મંદિરે ઋુષિબાપુ પુજાવિધી કરે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *