સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ મંગળવારે દેશમાં સોનાના સ્પોટ ટ્રેડિંગને મંજૂરી આપી દીધી હતી. હાલમાં દેશમાં સોનામાં ફ્યૂચર ટ્રેડિંગ થાય છે. નોંધનીય છે કે ચીન સહિતના ઘણા દેશોમાં સ્પોટ એક્સ્ચેન્જ છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટમાં આ અંગે જાહેરાત કરી હતી. સેબીએ આના માટે સોનાને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટને સિક્યોરિટી તરીકે જાહેર કરી છે. અન્ય સિક્યોરિટીઝની જેમ તેનું પણ ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ થશે. ઇજીઆરનું ટ્રેડિંગ ૧,૨ કે ૧૦ ગ્રામના ગુણાંકમાં થઇ શકશે. ઇજીઆર હોલ્ડર ઇચ્છે તો તેનું સોનામાં રૃપાંતરણ કરી શકશે.
