ભચાઉ તાલુકાના લોધેશ્વર પાસે વિજિલન્સ દ્વારા પડાયેલી દારૂની રેડના મામલામાં PI સહિત 6 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા

Views 335

પૂર્વ કચ્છના ભચાઉ પાસેના લોધેશ્વર વિસ્તારમાંથી ગત તા.8ની પૂર્વ મધ્ય રાત્રીએ સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા દારૂની કંટિંગ વેળાએ જ પોલીસે દરોડો પાડયો હતો, અને રૂ. 4.36 લાખના દારૂના જથ્થા સાથે 4 આરોપીઓને પણ ઝડપી પાડયા હતા. આ રેડ ભચાઉના કુખ્યાત બુટલેગર અશોક મામાના દારૂના અડ્ડા પર પડેલા વિજિલન્સના દરોડાથી સમગ્ર વાગડ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જેના બાદ ભચાઉ પોલીસના જવાબદાર કર્મીઓ ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવવાની વાત આજે સાચી ઠરી છે. આ મામલે ભચાઉના પી.આઇ. કરંગીયા સહિત 6 પોલીસ કર્મચારીઓને પૂર્વ કચ્છ એસ.પી મહેન્દ્ર ભગડીયાએ સસ્પેન્ડ કરી દીધા છે.


આ બાબતે પૂર્વ કચ્છ એસ.પી. ભગડીયા સાથે વાત કરતા તેમણે સસ્પેન્ડસન્સ મામલે સમર્થન આપ્યું હતું અને આ પગલું તાજેતરમાં ભચાઉ નજીક પડેલા વિજિલન્સના દારૂના દરોડા સંદર્ભે લેવાયું હોવાનું કહ્યું હતું. આ દરમ્યાન ભચાઉ ડી. વાય.એસ.પી. ઝાલાએ જણાવ્યું હતું કે લોધેશ્વર વિસ્તારમાં પડેલા દારૂના દરોડા મામલે જવાબદારીમાં આવતા ભચાઉના પી.આઇ. એસ. એન. કરંગીયા, ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ગોહિલ, સુરેશ રામ પીઠીયા, કોન્સ્ટેબલ અરવિંદ સિંહ સતુભા જાડેજા, અશોક પ્રહલાદ ઠાકોર અને અશોક ખીમજી ચૌહાણને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વાગડ વિસ્તારમાં નિરંકુશ બનેલી દારૂની બદીને ડામવા સુરક્ષા વિભાવ દ્વારા પડેલા દરોડા બાદ જવાબદાર પોલીસ કર્મીઓ પર થયેલી સસ્પેન્ડસન્સની કામગીરી યોગ્ય પુરવાર થશે.

રિપોર્ટર – જાવેદ શા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *