એક તરફ માતાના નોરતા નજીક આવી રહ્યા છે ત્યારે માતાના દર્શન કરવા માટે યાત્રિકો અને પદયાત્રીકોનો ધસારો વધી રહ્યો છે, તેવામાં માતાના મઢ માં આશાપુરાના દર્શન કરીને છકડામાં મોરબી તરફ પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત ગાંધીધામ પાસે આવેલા પડાણા ગામ નજીક થયો હતો, પુર-ઝડપે આવી રહેલા અજાણ્યા ટ્રક ચાલકે છકડાને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં છકડામાં સવાર યાત્રિક પરિવારના બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. તે બાળકોમાંથી એક બાળકની 8 વર્ષ અને બીજાની 5 વર્ષની જ હતી, જયારે પરિવારના અન્ય પાંચ લોકોને પણ ગંભીર ઇજાઓ પહોચી હતી, જેના કારણે તે પાંચ ઈજાગ્રસ્ત લોકોને પણ 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ હિટ એન્ડ રનની જીવલેણ ઘટનાના કારણે આખો પરિવાર આઘાતમાં સરી જતાં મોડે સુધી પોલીસને પણ મૃતક અને ઇજાગ્રસ્તોના નામ મળી શક્યા ન હતા.
આ મામલે બી-ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળ્યું હતું કે, આ છકડા-રિક્ષામાં મોરબીથી માતાના મઢ માં આશાપુરાના દર્શન કરવા માટે આવેલો પરિવાર મઢ ખાતે માતાજીના દર્શન કરીને મોરબી તરફ પરત જઇ રહ્યો હતો. ત્યારે ગાંધીધામ પાસે આવેલા પડાણા ગામ નજીક અજમેરી હોટલ સામે પહોંચ્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલા ટ્રેઇલર ચાલકે છકડાને જોરદાર ટક્કર મારી હતી, અને હિટ એન્ડ રનના બનાવને અંજામ આપીને ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ 108 ને કરાતાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બી-ડીવીઝન પોલીસ પણ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ પહો઼ચી ગઈ હતી. પરંતુ આ અકસ્માતમાં એક 8 વર્ષીય અને બીજા 5 વર્ષીય બાળકના મોત નિપજ્યા હતા તો અન્ય 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને કારણે પરિવાર આઘાતમાં સરી જતાં રાત્રે સાડા નવ દશ વાગ્યાના અરસામાં સર્જાયેલી આ ઘટનામાં મોડી રાત સુધી મૃતક અને ઇજાગ્રસ્તોના નામ પોલીસને પણ મળી શક્યા ન હતા. હાલ આ ઘટનાથી આખા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
રિપોર્ટર – જાવેદ શા