કચ્છ જીલ્લાનાં અંજાર શહેરના આદિપુર વિસ્તારના અનેક માર્ગો પર વરસાદના કારણે પાણી ભરાતા માર્ગ પર ખાડાઓનું રાજ

Views 458

કચ્છ જીલ્લામાં આવેલા અંજાર શહેરમાં આદિપુર રોડ, મેઇન બજાર રોડ, પાંચ વાળી રસ્તો, અને આઈ શ્રી સોનલમાં માર્ગનો રસ્તો વરસાદના પાણીના કારણે માર્ગ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે. અને તે વિસ્તારમાં રહેતા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ વિસ્તારમાં આવતા જતા બાઈક ચાલકો, રીક્ષા ચાલકો તેમજ અન્ય વાહન ચાલકોને પણ આ ખાડાઓને લીધે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, અને વાહન ચાલકોને ઠેર ઠેર ભરાતા પાણી અને માર્ગ પર પડી રહેલા ખાડાઓથી તેમજ ત્યાં રહેલા રખડતાં ઢોરને કારણે મુશ્કેલીમાં મુકાયા છે, તેમજ આવા માર્ગો પર દુર્ઘટના થવાની સંભાવના પણ વધારે થાય છે.

આ વિસ્તારમાં જે લોકો પોતાની દુકાનો ચલાવી રહ્યા છે તે લોકોને પણ બહુ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને આવતા જતા આ ખાડાઓને કારણે બહુ જ હેરાનગતિનો સામનો કરવો પડે છે. આમ છતાં સરકાર અને નગર પાલિકને લોકોની કોઈ ચિંતા જ નથી, તેમણે તો આંખ આડા કાન આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

રિપોર્ટર – જાવેદ શા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *