પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની નગરપાલિકામાં વિવિધ વિકાસના કામોને લઇને હોબાળો થયો હતો. અને વોર્ડ નં-2 વિસ્તારમાં લાઈટ, પાણી, સફાઈ અને રોડનાં વિવિધ વિકાસલક્ષી કાર્યો ન થવાથી કોર્પોરેટરોએ રાજીનામાં આપી દીધા હતા. વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાઓનો કોઈ ઉકેલ ન આવતાં છેવટે રાજીનામાં આપી દીધા હતા. જેમાં અપક્ષના 3 અને ભાજપનાં 1 એમ કુલ 4 કોર્પોરેટરોએ રાજીનામાં આપી દીધા હતા. આ કોર્પોરેટરોએ ભાજપ શાસિત નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતાં હોય છે તેવાં આક્ષેપ પણ લગાવ્યો હતો. તેમજ વિકાસનાં કાર્યો કરવામાં વ્હાલા-દવાલીની નીતિ રખાતી હોય તેવાં આક્ષેપ પણ તેમણે મૂક્યાં હતાં. ચૂંટણી પહેલાં જ સિદ્ધપુરમાં કોર્પોરેટરોનાં રાજીનામાંથી રાજકારણ ગરમાયું છે.
- રાજીનામું આપનાર વોર્ડ નં-2ના સદસ્યોનાં નામ
૧.વિકાસ અમરતભાઈ પ્રજાપતિ – અપક્ષ
૨.નિરમાબેન સેધુજી ઠાકોર – અપક્ષ
૩.નીતાબેન રમેશભાઈ પટેલ – અપક્ષ
૪.અપક્ષ દિનેશ કાંતિલાલ પટેલ – ભાજપ
રિપોર્ટર – સમા સદ્દામ