ચેટિંગ કરવુ ભારે પડ્યું:હનીટ્રેપમાં ફસાવી અમદાવાદના યુવકને ગાંધીનગરની યુવતીએ વાવોલમાં ચાર દિવસ ગોંધી રાખ્યો, પાંચ લાખની ખંડણી માંગી

Views 111

દુષ્કર્મનો ગુનો દાખલ કરવાની ધમકી આપી ખંડણી માંગી

સાગરિતોએ પોલીસની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી ગોંધી રાખ્યો.

અમદાવાદના યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી ગાંધીનગરની યુવતીએ પોતાના ગાંધીનગર વાવોલનાં મકાનમાં બોલાવી ત્રણ સાગરિતો સાથે મળીને પોલીસની રેડ પડી હોવાનું કાવતરું રચી દુષ્કર્મનાં ગુનામાં ફસાવી દેવાની ધમકીઓ આપી પાંચ લાખની ખંડણી માંગી યુવકને ચાર દિવસ સુધી ઘરમાં ગોંધી રાખ્યો હોવાની ફરિયાદ સેકટર-7 પોલીસ મથકમાં નોંધાઇ છે.

અમદાવાદ વેજલપુર ખાતે રહેતાં અને દૂધ મીઠાઇનું પાર્લર ચલાવતાં મહેંદ્રસિંહ સિસોદીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આજથી બે મહિના અગાઉ તેના ઈન્ટ્રાગ્રામ પર હિના રાવ નામની યુવતીનો મેસેજ આવ્યો હતો. જે પછીથી બન્ને વચ્ચે પરિચય થયો હતો અને બન્ને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા હતા. ઘણીવાર વોટ્સઅપથી પણ વાતો થતી રહેતી હતી.

હિનાએ મહેન્દ્રને મળવા બોલાવ્યો

આજથી વીસેક દિવસ અગાઉ હિનાએ મહેન્દ્રને ગાંધીનગર વાવોલ સ્વર્ણિમ પેરેડાઇઝ સોસાયટી મકાન નંબર આઈ-801 ખાતે મળવા બોલાવ્યો હતો. જેથી મહેન્દ્ર તેને મળવા વાવોલ પહોંચ્યો હતો. જ્યાં હિના તેને સોસાયટીના ધાબા પર લઈ ગઈ હતી અને મિત્રતા કેળવવાની વાતો કરતી હતી. બાદમાં મહેન્દ્ર ઘરે પરત જતો રહ્યો હતો. એજ રીતે પાંચ દિવસ પછી હિનાએ બોલાવતા મહેન્દ્ર પાછો તેના ઘરે ગયો હતો.

હિનાએ તેનો પતિ દુબઈમાં હોવાનું જણાવ્યું

એ વખતે ચા પાણી કર્યા પછી હિનાએ તેનો પતિ દુબઈમાં હોવાનું અને તેની દીકરી સાસુ સસરા સાથે રહેતી હોવાની કહાની વર્ણવી હતી. થોડો સમય પ્રેમભરી વાતો કર્યા પછી મહેન્દ્ર ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ ગત તા. 25મી ઓક્ટોબરના રોજ ફરીવાર મહેન્દ્ર હિનાનાં ઘરે બોલેરો કાર લઈને ગયો હતો. એ વખતે ઘરમાં કોઈ હાજર ન હતું. બન્ને મીઠી મીઠી વાતો કરતાં હતાં એજ સમયે ડોર બેલ વાગ્યો હતો. જેથી હિના એકદમ ગભરાઈ ગઈ હતી અને મહેન્દ્રને બીજા રૂમમાં સંતાડી દઈ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો.

બે શખ્સોએ આઠમા માળેથી નીચે ફેંકી દેવાની ધમકી આપી

થોડીવારમાં હિના સાથે અજાણ્યા બે ઈસમો રૂમમાં ધસી ગયા હતા અને તું કોણ છે તેમ કહી પટ્ટા અને ગડદાપાટુનો માર મારી બે મોબાઈલ અને ખિસ્સામાંથી ત્રણ હજાર રૂપિયા તેમજ ગાડીની ચાવી બળજબરી પૂર્વક કાઢી લીધી હતી. અને કહેવા લાગ્યા હતા કે, ‘મારી બહેન સાથે જબરજસ્તી કરી છે હવે તારી પર કેસ દાખલ થશે’. જેનો મહેંદ્રએ ઈન્કાર કરતાં ફરી તેને લાતો મારીને આઠમા માળેથી નીચે ફેંકી દેવાની ઈસમોએ ધમકી આપી હતી. આ સાંભળીને મહેન્દ્ર ગભરાઈ ગયો હતો.

દોરીથી બાંધી દઈ રૂમમાં પૂરી દીધો

બાદમાં મહેન્દ્રના હાથ દોરીથી બાંધી દઈ રૂમમાં પૂરીને તેઓ બહાર નીકળી ગયા હતા. થોડીવાર પછી ઈસમોએ હિના સાથે જબરજસ્તી કરી છે તેવા કેસથી બચવું હોય તો પાંચ લાખની માંગણી કરવા લાગ્યા હતા. ત્યારે મહેન્દ્રએ રૂપિયા નહીં હોવાનું કહેતા ફરી તેને માર મારી હાલ ને હાલ બે લાખની વ્યવસ્થા કરવા ધમકીઓ આપવા લાગ્યા હતા. જેથી મહેન્દ્રએ તેના ભાઈને ફોન કર્યો હતો.

પોલીસની ઓળખ આપી રોફ જમાવ્યો

એ સમયે બે ઈસમો પૈકીના એક ઈસમે ફોન લઈને તેજવીરને પોતાની ઓળખાણ વિક્રમસિંહ ચૌહાણ તરીકે આપી કહેલું કે, ‘તમારો ભાઈ છોકરીના ચક્કરમાં પકડાયો છે જેને છોડવો હોય તો બે લાખની વ્યવસ્થા કરો બધું મારા હાથમાં છે’. આથી મહેન્દ્રએ માણસ ઘરે મોકલી દો મારો ભાઈ એક લાખ રૂપિયા આપી દેશે તેવી વાત કરતાં પોલીસની ઓળખાણ આપનાર વિક્રમસિંહે એમ વાત નહીં બને તેમ કહી મહેન્દ્રને પાછો રૂમમાં પૂરી દીધો હતો. રાત્રે એક ઈસમ જમવાનું પણ આપી ગયો હતો. આમ ત્રણ દિવસ સુધી તેને ગોંધી રાખવામાં આવ્યો હતો.

કોર્ટમાં લઇ જવાની પણ વાત કરી

ચોથા દિવસે 28મી ઓક્ટોબરના રોજ વિક્રમસિંહ આવ્યો હતો અને કહેવા લાગેલો કે, ‘આજે તને કોર્ટમાં લઈ જઈશું. તારી ગાડી તારા ભાઈને મોકલી આપી છે. તારા સગા તને છોડાવી લેશે’. એ દરમિયાન વિક્રમસિંહ અને તેની સાથેનો ઈસમ રૂમની બહાર નીકળ્યા હતા અને રૂમનો દરવાજો ખુલ્લો હતો. ત્યારે વિક્રમસિંહે પાણીનો ગ્લાસ લાવવા માટે કહેતા મહેન્દ્ર બીજા રૂમમાં ગયો હતો. આ સમયે મુખ્ય દરવાજો ખુલ્લો હોવાથી તે મોકો જોઈને ઘરની બહાર નીકળી ગયો હતો અને બહારથી દરવાજો બંધ કરી સીડી મારફતે નીચે ઉતરી પોતાના ઘરે જતો રહ્યો હતો.

ગાડી સીટીએમ ચાર રસ્તા પાસેથી મળી

બાદમાં ઘરે જઈને તેણે સઘળી હકીકત પિતા-ભાઈને વર્ણવી હતી. પરંતુ તે ગભરાઈ ગયો હોવાથી જે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. જોકે, 29મી ઓક્ટોબરે તેના ભાઇના ફોન પર વિક્રમસિંહે ફોન કરીને કહેલું કે, ‘તમારી ગાડી સીટીએમ ચાર રસ્તા પાસે પડી છે’. જેથી મહેન્દ્ર પોતાની કાર લઈ આવ્યો હતો અને ગઈકાલે તેના મામા સાથે સેકટર-7 પોલીસ મથકે આવીને હિના રાવ, વિક્રમસિંહ તેમજ અન્ય બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

હિના રાવ ભાડાના મકાનમાં રહેતી હતી

આ અંગે સેકટર-7 પોલીસ મથકના પીઆઈ ડી.એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે, હનીટ્રેપમાં મહેન્દ્રને ફસાવવામાં આવ્યો હતો. હિના રાવ ભાડાના મકાનમાં રહેતી હતી. જે હાલમાં સાગરિતો સાથે ફરાર છે. મહેન્દ્રનો ફોન પણ તેઓ લઈ ગયા હોવાથી હિના રાવનો ફોટો મળ્યો નથી. આરોપીઓએ ગૂગલ પેથી પાંચ હજાર રૂપિયા પણ ટ્રાન્સ્ફર કર્યા હોવાની વિગતો મળી છે.

પોલીસ હોવાની ઓળખ આપી રોફ જમાવ્યો
પૈસા માટે વાત કરવા માટે બંનેમાંથી એક શખ્સે યુવકના નાના ભાઈને ફોન કર્યો હતો. જેમાં તેણે પોતાની ઓળખાણ વિક્રમસિંહ ચૌહાણે પોતે પોલીસમાં હોવાનું કહ્યું હતું. જેમાં તેણે ‘તમારો ભાઈ છોકરીના ચક્કરમાં પકડાયો છે, જેને છોડાવો હોય તો બે લાખની વ્યવસ્થા કરો બધું મારા હાથમાં છે’. કહીં ફોન કટ કરી દીધો હતો. મહેન્દ્રસિંહે પોતાના ઘરે માણસ મોકલાવીને એક લાખ અપાવવાની વાત કરતાં વિક્રમસિંહે એમ વાત તેને રૂમમાં પુરી દીધો હતો.

યુવક ભાગીને ઘરે પહોંચી ગયો હતો
વિક્રમસિંહ એક માણસને વાવોલ સ્થિત ઘરે બેસાડી રાખીને યુવકને ત્રણ દિવસ ગોંધી રાખ્યો હતો. 28મી ઓક્ટોબરે વિક્રમસિંહ આવ્યો હતો અને યુવકને કોર્ટમાં લઈ જવાની વાતો કરવા લાગ્યો હતો. વિક્રમસિંહ અને તેની સાથેનો શખ્સ ઘરની બહાર ગયા ત્યારે યુવકના રૂમનો દરવાજો ખુલ્લો હતો.

જેને પગલે મોકો જોઈને યુવક ઘરની બહાર નીકળી ગયો હતો અને બહારથી દરવાજો બંધ કરી ભાગી ગયો હતો. ઘરે પહોંચેલા યુવકે સઘળી હકીકત જણાવી હતી. તે સમયે તેેણે ફરિયાદ નોંધાવી ન હતી. જોકે 29મી ઓક્ટોબરે વિક્રમસિંહે ફોન કરીને મહેન્દ્રસિંહના ભાઇના ફોન પર વિક્રમસિંહે ફોન કરીને બોલેરો ગાડી સીટીએમ ચાર રસ્તા પાસે હોવાનું કહેતાં મહેન્દ્રસિંહ ગાડી લઈ આવ્યા હતા.

હિના રાવ ભાડાનું મકાન લોક કરીને છૂ
યુવકે શનિવારે રાત્રે સેક્ટર-7 પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસ તાત્કાલિક વાવોલ ખાતે પહોંચી તો હિના સહિતના લોકો ફરાર થઈ ગયેલા હતા. હિના બે મહિના પહેલાં જ અહીં ભાડે રહેવા આવી હતી. મહેન્દ્રસિંહને ફોન આરોપીઓ લઈ ગયા હોવાથી હિનાનો ફોટો મળી શક્યો નથી. તો આસપાસના લોકો પણ યુવતી સહિતના લોકો અંગે બહુ જાણતા ન હોવાનું સામે આવ્યું છે.

 HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *