Google play storeએ 150થી વધુ ખતરનાક એપ્સ કરી બૅન 

Views 154

ગૂગલે 150થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો

આ એપ્સ યુઝર પાસેથી ફોન નંબર અને ઈમેલ એડ્રેસ માંગતી હતી

આ એપ્સ 10.5 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી.

Google પ્લે સ્ટોરમાંથી 150થી વધુ માલિશિયસ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ એપ્સ UltimaSMS કેમ્પેઇનમાં સામેલ હતી. ગૂગલે આ તમામ એપ્સને હટાવી દીધી છે. આ એપ્સ યુઝર્સને પ્રીમિયમ SMS સેવા માટે સાઇન ઇન કરવા માટે કહેતી હતી. યુઝર્સ આ સ્કેમમાં એટલે ફસાઈ જતા હતા કારણ કે એપ બદલામાં પૈસા આપવાની વાત કરતી હતી.

10.5 મિલિયનથી વધુ વખત થઈ હતી ડાઉનલોડ
Avast Antivirus તેના બ્લોગમાં આ વિશે લખ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ એપ્સને 10.5 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. આ બધી એપ્સ એક જેવી જ હતી અને લગભગ એક જ કામ કરતી હતી. આ તમામ એપ્સ UltimaSMS કેમ્પેઇનનો ભાગ હતી. આમાંથી ઘણી એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર પણ ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી.

UltimaSMS કેમ્પેઇનનો ભાગ બનેલી એપ્સને યુઝર્સ ડાઉનલોડ કરતા હતા તો આ એપ્સ યુઝરનું લોકેશન, IMEI અને ફોન નંબર ચેક કરતી હતી. એનાથી નક્કી કરવામાં આવતું હતું કે સ્કેમ માટે કયો કંટ્રી કોડ અને ભાષા વાપરવામાં આવશે.
આ એપ્સ યુઝર પાસેથી ફોન નંબર અને કેટલાક કિસ્સાઓમાં ઈમેલ એડ્રેસ માંગતી હતી. આનાથી એપને જાહેરાત માટે ઍક્સેસ મળી જતું. આ નકલી એપ્સમાં કસ્ટમ કીબોર્ડ, ક્યૂઆર કોડ સ્કેનર, વીડિયો અને ફોટો એડિટર, સ્પામ કોલ બ્લોકર, કેમેરા ફિલ્ટર જેવી એપ્સ સામેલ હતી.
જો તમે પણ આવી એપ્સ ડાઉનલોડ કરી હોય તો તેને તરત જ તમારા ફોનમાંથી ડિલીટ કરી દો. ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરતી વખતે, રિવ્યુ અને રેટિંગ ચોક્કસપણે ચેક કરો.

HBN  TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *