4 કિ.મી. લાંબા 6 માર્ગીય એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીનો એલિવેટેડ કોરિડોર ખુલ્લો મૂકાયો.
સરખેજ-ગાંધીનગર હાઇવે વિસ્તૃતીકરણ પ્રોજેક્ટમાં ભાગવત વિદ્યાપીઠથી થલતેજ અંડરપાસ વચ્ચેના 4.2 કિલોમીટરના એલિવેટેડ કોરિડોરમાંથી 4 કિ.મી.નો એલિવેટેડ હાઇવેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું.
એસજી હાઇવેના 10 માર્ગીકરણમાં ભાગવત વિદ્યાપીઠથી થલતેજ અંડરપાસ સુધીનો એલિવેટેડ કોરિડોર સૌથી મોટો પ્રોજેક્ટ છે. 4.20 કિલોમીટરના એલિવેટેડ કોરિડોરમાંથી સોલા રેલવે ઓવરબ્રિજ ઉપર 200 મીટર લંબાઇનો નવો પુલ તૈયાર થઇ ગયો. તે ભાગ સિવાયના 4 કિલોમીટર એલિવેટેડ હાઇવે ઉપર વાહન વ્યવહાર શરૂ થઇ શકશે. સોલા રેલવે ઓવરબ્રિજ ઉપર નવ નિર્મિત બ્રિજ ડિસેમ્બરમાં તૈયાર થશે.
170 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2.36 કિલોમીટર લાંબો આ એલીવેટેડ કોરીડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ ફ્લાય ઓવર કાર્યરત થવાથી ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને આ એલિવેટેડ કોરીડોરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147 પર સરળ અને ઝડપી પરીવહનની સુવિધા મળશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ-ગાંધીનગર જતા હાઈવે પર દરરોજ 1 લાખથી વધુ વાહન ચાલકોની અવર-જવર થતી હોય છે. જેના કારણે સોલા સિવિલમાં આવતા દર્દીઓને લાવા લઈ જવામાં અનેક મુશ્કેલીઓ પડતી હોય છે. જોકે હવે આગામી દિવસોમાં આ મુશ્કેલી દૂર થઈ જશે.
