સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે બે ઈંચ વરસાદ

Views 73

સૌરાષ્ટ્રમાં લાંબા વિરામબાદ અંતે આજે મેઘાવી  માહોલ વચ્ચે ઝાપટાથી બે ઈંચ સુધીની મેઘમહેર વરસી હતી. હળવા ભારે ઝાપટા સાથે શરૃ થયેલા વરસાદથી મુરઝાતી મોલાતને જીવનદાન મળ્યું છે, પણ હજુ શ્રીકાર ધીંગી મેઘકૃપા વરસવાની લોકો રાહ જોઈ રહ્યાં છે.
રાજકોટ જિલ્લામાં આજે મેઘાવી માહોલ વચ્ચે હળવાભારે ઝાપટા વરસતા રહ્યાં હતાં. રાજકોટમાં સવારથી સાંજ સુધીમાં ઝરમર અડધો ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો. જયારે જસદણ અને વિંછીયામાં દોઢ ઈંચ તો ગોંડલ, કોટડા સાંગાણી અને લોધીકામાં એક ઈંચ ઉપરાંત પડધરીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોરાજી, જેતપુર અને ઉપલેટામાં ફકત ઝરમર ઝાપટું જ પડયું હતું. પોરબંદર, સોમનાથ અને દ્વારકા જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ છવાયો હતો, પણ મેઘમહેર વરસી નહોતી.
અમરેલી જિલ્લામાં આજે મેઘરાજાનું આગમન થતાં મુરઝાતી મોલાતને જીવનદાન મળવાથી ખેડૂતોનાં ચહેરા પર રોનક આવી ગઈ હતી. આજે વહેલી સવારથી સાંજ સુધીમાં અમરેલી અને બાબરામાં દોઢ ઈંચ તથા લાઠી અને લીલીયામાં એક ઈંચ તેમજ વડીયા, બગસરા, ખાંભા, ધારી અને સાવરકુંડલા પંથકમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બાબરા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે એકથી દોઢ ઈંચ મેઘમહેર વરસી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જામનગર શહેરમાં આજે વહેલી સવારતી જ આકાશ ગોરંભાયું હતું અને ધીમીધારે છુટો છવાયો વરસાદ શરૃ થયો હતો. જામનગર શહેરના સ્થાપના દિવસે જ વહેલી સવારથી જ મેઘરાજાએ અમીછાંટણા કર્યા હતાં ને સાંજે ૬ વાગ્યા સુધી છૂટોછવાયો ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ રહ્યો હતો. સાંજે ૬ વાગ્યા સુધીમાં અડદો ઈંચ ૧૬ મી.મી. પાણી પડી ગયું હતું. આ ઉપરાંત કાલાવડમાં વહેલી સવારથી ઝરમર વરસાદ પડયા પછી બપોરે ૧૨ થી ૬ વાગ્યા સુધીમાં ધોધમાર દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
તેજ રીતે જોડીયામાં પણ આજે સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧૨ વાાગ્યા સુધીમાં ૧ ઈંચ વરસાદ વરસી ગયો હતો હવામાન ખાતા દ્વારા સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૮ મી.મી. વરસાદ પડી ગયો હોવાનાં અહેવાલ મળ્યા હતાં. આ ઉપરાંત જામનગર જિલ્લાના ધ્રોલમાં ૧૦મી.મી. ્ને લાલપુરમાં ૬ મી.મી. વરસાદ નોંધાયો હતો.
મોરબીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર ફરી વરસી હતી. આજે સવારથી મોરબી જીલ્લામાં મેઘમહેર શરૃ થઈ હતી, જે મેઘસવારી બપોર સુધી અવિરત ચાલી રહી છે. બપોરે ૨ વાગ્યા સુધીમાં મોરબીમા ંએક ઈંચ વાંકાનેરમાં એક ઈંચ, હળવદમાં બે ઈંચ, માળિયા અને ટંકારામાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો હતો. મેઘમહેરને પગલે નગરજનોથી લઈને ખેડૂતો સુધી ખુશીની લહેર જોવા મળી છે.
જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી મેઘાવી માહોલ છવાયો હતો. પરંતુ સવારથી સાંજ સુધીમાં વિસાવદરમાં પાંચ, જૂનાગઢમાં ત્રણ, ભેંસાણમાં ચાર તેમજ માળીયા હાટીનામાં બ ે મી.મી. વરસાદ નોંધાયો હતો. જયારે અન્યત્ર હળવા છાંટા પડયા હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *