લુખ્ખા તત્વો બેફામ:ગોંડલમાં કાર સાથે રીક્ષા અડી જતાં ત્રણ શખ્સોએ બોલાચાલી કરી બે યુવાનોને છરીના ઘા ઝીક્યાં

Views 187

લુખ્ખા તત્વો બેફામ:ગોંડલમાં કાર સાથે રીક્ષા અડી જતાં ત્રણ શખ્સોએ બોલાચાલી કરી બે યુવાનોને છરીના ઘા ઝીક્યાં

*એક યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો 

     ગોંડલ શહેરના ગુંદાળા ફાટકે ઉભેલી કારમાં રીક્ષા અડી જવાની સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ બે યુવાનોને છરીના ઘા ઝીક્યાં હતા. જ્યાં એક યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડામાં આવ્યો હતો. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા ગોંડલ સીટી પોલીસે IPCની કલમ 324 504 114 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

*કલ્પેશ રિક્ષા ચલાવતો હતો
જેમાં પીડિત રાહિલ શાહ યુનુશ શાહ શાહમદારે પોલીસ ફરિયાદમાં એજાજ યુનુશભાઈ સવાટ, હરપાલસિંહ અને પૃથ્વીરાજસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તા.27 જૂનના સાંજના નવેકએક વાગ્યાના અરસામાં હું તથા મારા મિત્ર કલ્પેશભાઈ કિશોરભાઈ ચાવડા તથા ઇરફાન અબ્દુલભાઈ ગોરી એમ બધા કલ્પેશભાઈની રિક્ષામાં બેસી ગોંડલ જામવાડી ચોકડી પાસે મારા મિત્ર મિલનભાઈ પટેલની ઓફિસે બેસવા ગયેલ હતા અને અમે ત્રણેય આશરે દસેક વાગ્યે તેની ઓફિસેથી નીકળી રિક્ષામાં બેસી ગોંડલ ગુંદાળા ફાટક પાસે આવતા હતા. મારો મિત્ર કલ્પેશ રિક્ષા ચલાવતો હતો.

*એક્ટિવામાં 3 શખ્સો આવ્યા હતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુંદાળા ફાટક પાસે પહોંચતા ફાટક બંધ હોય અને અમારી આગળ એક કાર ઉભી હતી અને ફાટક ખુલતા અમારી રીક્ષા ચાલુ કરતા રીક્ષા આગળ પડેલ કાર પાછળ રીક્ષા અડી ગઈ હતી. જેથી આ કાર ચાલકે ફાટક વટી પોતાની કાર ઉભી રાખેલ અને ત્યાં નીચે ઉતરી આ ગાડીમાં નુકસાની થયેલ છે કે નહીં તે જોતાં હતા. અમે ત્યાંથી નીકળી ગયા હતા અને બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ નજીક પહોંચ્યા તેવામાં ગુંદાળા ફાટક તરકથી એક્ટિવામાં 3 શખ્સો આવ્યા હતા.

*એજાજે તેના નેફામાંથી છરી કાઢી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમાં એક વોરાકોટડા રોડ આવાસ ક્વાટરમાં રહેતો એજાજ યુનુસ સલાટ તથા તેની સાથે તેનો મિત્ર હરપાલસિંહ તથા પૃથ્વીરાજસિંહ હતા. તે ત્રણેય આવી આ કારના ચાલક સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. મેં આ મુદ્દે એજાજને કહ્યું હતું કે, તમે અહીંથી જતા રહો મારે આ કારવાળા સાથે વાતચીત થઈ ગયેલ છે. તેમ કહેતા જ એજાજે તેના નેફામાંથી છરી કાઢી મને મારવા જતા મેં છરી પકડી લેતા મને ડાબા હાથની આંગળીમાં ઈજા થયેલ હતી

*પેટના ભાગે છરીનો છરકો માર્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેની સાથે એજાજનો મિત્ર હરપાલસિંહ પણ તેના નેફામાંથી છરી કાઢી મને મારવા જતા હું પકડવા જતા મને જમણા હાથે વચલી આંગળીમાં ઈજા થયેલ હોય અને ત્યાં હાજર મારો મિત્ર કલ્પેશ તથા ઈરફાન મને છોડાવવા વચ્ચે પડતાં મારા મિત્ર કલ્પેશને પેટના ભાગે છરીનો છરકો વાગી ગયો હતો અને તેને સામાન્ય ઇજા થયેલ હતી જયારે મને લોહી નીકળવા લાગતા આ ત્રણેય ઈસમો તેનું એક્ટિવા લઈને ત્યાંથી જતા રહ્યા હતા. જતા જતા પણ હરપાલસિંહ તથા પૃથ્વીરાજસિંહ મને અપશબ્દો આપતા હતા. જે બાદ મારા બંને હાથમાં અને આંગળીઓમાં લોહી નીકળતું હતું. જેથી મારો મિત્ર કલ્પેશ તથા ઈરફાન મને રીક્ષામાં બેસાડી ગોંડલ ક્રિષ્ના હોસ્પિટલમાં સારવારમાં માટે લઈ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર લીધા મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               અહેવાલ – ઈલા મારૂ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *