સ્પા ગર્લ સામે હત્યાનો ગુનો નોંધાયો:વેજલપુરમાં યુવકની લાશ મળતાં ત્રિપુરા પોલીસે સ્પા ગર્લ સામે ગુનો નોંધી કેસ અમદાવાદ પોલીસને સોંપ્યો

Views 165

સ્પા ગર્લ સામે હત્યાનો ગુનો નોંધાયો:વેજલપુરમાં યુવકની લાશ મળતાં ત્રિપુરા પોલીસે સ્પા ગર્લ સામે ગુનો નોંધી કેસ અમદાવાદ પોલીસને સોંપ્યો

આરોપી નેન્સી અને તેની બહેન કિમકિમ - Divya Bhaskar
                                                                                       આરોપી નેન્સી અને તેની બહેન કિમકિમ 
  • ફ્લેટના કીચનમાંથી ત્રિપુરાના યુવકની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ 45 દિવસ અગાઉ મળી હતી

     વેજલપુરના શ્રીનંદનગરમાં સ્પામાં કામ કરતી બે સગી બહેનોના ફ્લેટના કીચનમાંથી ત્રિપુરાના યુવકની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ 45 દિવસ અગાઉ મળી હતી. યુવકના પિતાએ પુત્રની હત્યા થયાની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ બે સગી બહેનો વિરૂધ્ધ વ્યક્ત કરી હતી. ત્રિપુરા પોલીસે ઝીરો નંબરથી હત્યાનો ગુનો દાખલ કરી કાગળો વેજલપુર પોલીસને મોકલતા ગુનો નોંધાયો હતો. ત્રિપુરાનો રહેવાસી બી ખાસૌહરાઈ ઉર્ફ બીબીસા અમદાવાદમાં છેલ્લા બે વર્ષથી રહેતો હતો.

*ફ્લેટના કિચનમાંથી ગળાફાંસો ખાઈ હાલતમાં લટકતી લાશ મળી
બીબીસા સ્પામાં હાઉસકીપર તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગત તા. 23મી મેના રોજ બીબીસાની લાશ તેની ગર્લ ફ્રેન્ડ લાલહરિયાતપુઈ ઉર્ફ નેન્સીના શ્રી નંદનગર ખાતે આવેલા ભાડાના ફ્લેટના કિચનમાંથી ગળાફાંસો ખાઈ હાલતમાં લટકતી મળી હતી. બીબીસાની લાશ જમીનથી એક જુતાની લંબાઈ જેટલી ઉંચાઈ પર હતી. નેન્સીની બહેન રેમસંગકીમિની ઉર્ફ કિમકિમ અપેટોએ જોઈ હતી. મૃતક ખાસૌહરાઈ ઉર્ફ બીબીસાના ઉં,20 ના પિતાને જાણકારી મળી કે, તેઓનો પુત્ર નેન્સીની પ્રેમ કરતો હતો. બન્ને ગાઢ મિત્રો હતા. જોકે નેન્સી છેલ્લા કેટલાક સમયથી ધનાઢય મુસ્લિમ પરિવારના નબીરાના પ્રેમમાં હતી.

મૃતક ત્રિપુરાનો રહેવાસી બી ખાસૌહરાઈ ઉર્ફ બીબીસા
                                                           મૃતક ત્રિપુરાનો રહેવાસી બી ખાસૌહરાઈ ઉર્ફ બીબીસા 

*ખાસ દોસ્ત માટે પોતાના ઘરે પાર્ટી રાખી હતી
ગત તા 22મી મેના રોજ નેન્સીએ તેના આ ખાસ દોસ્ત માટે પોતાના ઘરે પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં મૃતક બીબીસાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જોકે બીબીસાને આ બાબતે જાણકારી મળતા તે નેન્સીના ફ્લેટ પર પહોંચ્યો ત્યારે બન્ને વચ્ચે દલીલો અને તકરાર થઈ હતી. બીજા દિવસે સવારે નેન્સીના કિચનમાંથી બીબીસાનો લટકતો મૃતદેહ મળ્યો હતો.જોકે તેણે મારીને લાશ લટકવામાં આવી હોય તેવું લાગતું હતું. બીબીસાના મૃત્યુ બાદ નેન્સી, તેની બહેન કિમકિમ કે તેમના માતા પિતા ફરિયાદીના પુત્રના મોતનો શોક કરવા મૃતકના ઘરે ગયા ન હતા. આથી મૃતક બીબીસાના પિતા લાલથાગલિયાનાએ ત્રિપુરા પોલીસ સમક્ષ પુત્ર બીબીસાની હત્યાની ફરિયાદ નેન્સી અને તેની બહેન કિમકિમ વિરૂધ્ધ નોંધાવી હતી.

                                                                                                                                                                                          અહેવાલ – સુરેશકુમાર પાંડે 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *