આ ગામમાં દારુ પીધો તો ખેર નથી:લોદરા ગામના સરપંચનો અનોખો નિર્ણય; ગામમાં દારુના ખરીદ-વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ, કોઈ પકડાશે તો કડક કાર્યવાહી થશે

Views 131

આ ગામમાં દારુ પીધો તો ખેર નથી:લોદરા ગામના સરપંચનો અનોખો નિર્ણય; ગામમાં દારુના ખરીદ-વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ, કોઈ પકડાશે તો કડક કાર્યવાહી થશે

  • નિર્ણયથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ

     ગુજરાતના ગામોમાં થોડા સમય પહેલા જ સરપંચની ચૂંટણીની પૂર્ણ થઈ જતા સરપંચો દ્વારા પોતપોતાના ગામ ના ચાર્જ સોંપી દેવામાં આવ્યા છે. ત્યારે આપણું ગામ-સ્વચ્છ ગામ, આપણું ગામ- આદર્શ ગામ અને આજના યુવાનો ગામનું ભવિષ્ય છે, તે હેઠળ પાટણ જિલ્લાના સાંતલપુરના લોદરા ગામનાં સરપંચે પોતાના ગામમાં અનોખો નિર્ણય લીધો છે. જેમાં લોદરા ગામમાં દારૂ પીવા કે વેચવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો પત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે જો ગામમાં કોઈ દારૂનું વેચાણ કરશે, ખરીદશે, દારૂ પીને ધમાલ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગામના સરપંચ પ્રદીપ માધાભાઈ ઠાકોર
                                                                                      ગામના સરપંચ પ્રદીપ માધાભાઈ ઠાકોર 

*નિર્ણયથી ગ્રામજનો ખુશ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં લોદરા ગામ આવેલું છે . જેની ગણના આજે પણ સાંતલપુરમાં આદર્શ ગામોમાં થાય તેવી કામગીરી આ ગામમાં સરપંચ દ્વારા કરવામાં આવી રહી છે. ગામને બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવા સરપંચ દ્રારા પ્રયત્નો થઈ રહ્યા છે. તાલુકામાંની પ્રથમ પંચાયતમાં દારૂ બંધી માટેનો નિર્ણય લેતા ગામની મહિલાઓ, બાળકો, યુવાનો,વૃદ્ધ વ્યક્તિ ઓ ખુશ જોવા મળ્યા છે.

*ગામની શાંતિ ડહોળી તો કડક કાર્યવાહીના આદેશ
લોદરા ગામના પ્રદીપ માધાભાઈ ઠાકોરે ગામમાં દારૂ પર પ્રતિબંધ માટે જાહેર નોટીસ પાઠવી જણાવ્યું છે કે ,તા:-07/07/22 થી દારૂ વેચાણ કરવું, લાવવું, દારૂ પીને ધમાલ કરવી તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેવો મહત્વનો નિર્ણય સાંતલપુરની પ્રથમ પંચાયતમાં લેવામાં આવ્યો છે. અને જો કોઈ વેચાણ કરશે કે પીને ગામની શાંતિ ડોહળાવવાનો પ્રયત્ન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગામમાં આ પ્રમાણે દારુબંધીની જાહેરાતો મૂકવામાં આવી છે
                                                     ગામમાં આ પ્રમાણે દારુબંધીની જાહેરાતો મૂકવામાં આવી છે 

*પોલીસે આ નિર્ણય આવકાર્યો
આ પંચાયત બાદ કોઈપણ બીજી પંચાયતમાં પણ દારૂબંધીનો નિર્ણય લેવાશે. તો અમે આવકારીશું. વારાહી પોલીસે પણ તેને આવકારી સહકાર આપવામાં ની ખત્રી આપી હતી .

*યુવાધન બરબાદ ન થાય તે માટે નિર્ણય
લોદરાગામના સરપંચ પ્રદીપ માધાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે બે દિવસ અમારા ગામની અને બોડીની મીટીંગ મળી અને મીટીંગની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે ગામની અંદર દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લોદરા ગામ નું યુવા ધન બરબાદ ના થાય તે માટે દારૂબંદી પર પ્રતિબંધ મૂક્યો છે. અને જો કોઈ વ્યક્તિ લાવશે કે વેચશે કે પીશે તો તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને વારાહી પોલીસ સ્ટેશનના PSIએ પણ ખાતરી આપી છે, કે પુરે પૂરો સાથ સહકાર આપીશું અને ગ્રામજનોનો પણ પૂરેપૂરો સહકાર છે.

                                                                                                                                                                                 અહેવાલ  – મુરતૃજાઅલી સૈયદ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *