સુરતમાં કાપડ મિલોની હાલત કફોડી થઈ, મિલમાલિકોએ આટલા દિવસ બંધ રાખવાનો લીધો નિર્ણય

Views 136

સુરત : શહેરના કાપડ ઉદ્યોગની કાપડ મિલોને તાળાં મારવાની નોબત આવી છે. કોલસાના વધતા ભાવોના લીધે મિલમાલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ઉત્પાદનખર્ચમાં 25થી 30 ટકાનો વધારો થયો હોય મિલમાલિકોના ગજવાને પોષાતું નથી. વેપારીઓ જોબચાર્જ વધારી રહ્યાં નહીં હોવાથી મિલમાલિકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. મિલમાલિકો કહે છે કે, મિલો બંધ કરવાની નોબત આવી છે, પરંતુ કેટલાં […]

મિલમાલિકો કહે છે કે, મિલો બંધ કરવાની નોબત આવી છે, પરંતુ કેટલાં દિવસ બંધ રાખીશું તે સમજાતું નથી. કોરોના પછી હવે કમાવાના દિવસ આવ્યા છે ત્યારે કોલસા, રોમટીરીયલના ચાર્જ વધ્યા છે. તેથી પોષાતું નથી. જો જોબચાર્જ નહીં વધશે તો મિલો ચલાવી શકાશે નહીં. દિવાળી બાદ ઈન્ડસ્ટ્રી ચલાવવી શકાય કે નહીં તે અંગે પણ વેપારીઓ વિચારવા લાગ્યા છે.

કોલસાં, કલર કેમિક્લ, ડાઈઝ અને એસિડના ભાવો વધતાં પ્રોસેસિંગ ઉદ્યોગમાં જોબવર્ક પર ચાલતી પ્રિન્ટિંગ મિલો ભીંસમાં મુકાઈ છે. જે મિલોની લાખોની ઉધારી વેપારી પાસે બાકી છે, ડિલરો રો-મટિરિયલ ક્રેડિટ પર આપવા માંગતા નથી અને વેપારીઓએ 20% નો જોબવર્ક ચાર્જ વધારો સ્વીકાર્યો નથી અથવા ઓછો સ્વીકાર્યો નથી તેવી મિલો સંકટમાં આવી છે. આ લેવલની મિલોએ જોબવર્કનું કામ કરાવતા વેપારીઓને જાણ કરી છે કે, સપ્તાહમાં બે દિવસ શનિવાર અને રવિવારે મિલો બંધ રાખશે. જેથી વધતી ખોટ અટકાવી શકાય.
બીજી તરફ ડાઈંગ મિલોએ નવેમ્બર મહિનામાં મિલ ચાલુ રાખવા સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશને રજૂઆત કરી છે કે, ડાઈંગ મિલો પાસે દિવાળીથી હોળી સુધી ગ્રે કાપડનો જથ્થો વેપારીઓ દ્વારા જોબવર્ક માટે મોકલવામાં આવી રહ્યો છે. એ જોતાં ડાઈંગ મિલો ચાલુ રાખવામાં આવશે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *