ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ જાહેર! ગાંગુલીએ કર્યો હતો ઇશારો 

Views 124

રાહુલ દ્રવિડ બન્યા ટીમ ઇન્ડિયાના નવા કોચ
2023ના વર્લ્ડ કપ સુધીનો તેમનો કોન્ટ્રાક્ટ રહેશે
ટીમ ઇન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફમાં પણ કરાયા મોટા ફેરફાર
રવિશાસ્ત્રીના કાર્યકાળનો ખત્મ પૂરો થાય તે પહેલાં જ ટીમ ઇન્ડિયાને નવા હેડ કોચ મળી ગયા છે. પૂર્વ કેપ્ટન અને નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ રાહુલ દ્રવિડને નવા કોચ બનાવાયા છે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે. હાલ તેમનો કોન્ટ્રાક્ટ 2023 વર્લ્ડ કપ સુધીનો છે. તેમની સાથે જ સપોર્ટિંગ સ્ટાફમાં પણ ફેરફાર થયો છે. દ્રવિડને જ્યારે શ્રીલંકા પ્રવાસ પર લિમિટેડ ઓવરોની ટીમની સાથે કોચ બનાવીને મોકલ્યા હતા ત્યારબાદથી જ તેમને હેડ કોચ તરીકે સૌથી મોટા દાવેદાર મનાતા હતા.

 

I want to become India coach one day: Sourav Ganguly - The Economic Times
 

જો કે તેઓ સતત હેડ કોચ બનવાની ના પાડતા હતા પરંતુ BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એક મહિના પહેલાં જ આના પર ઇશારો કરી દીધો હતો. ‘દાદા’ એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને ખબર છે કે તેઓ આ જોબ માટે ઇચ્છુક નથી. તેમને કોઇ દિલચસ્પી નથી પરંતુ અત્યારે મેં તેમની સાથે વાત પણ કરી નથી. જ્યારે અમે તેના પર આવીશું ત્યારે જોઇશું.

 

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *