સમી તાલુકાના કુંવર ગામનો એક ડોક્ટર બીજાની ડીગ્રી લઈને કોઈપણ જાતના અનુભવ વગર દર્દી સાથે ચેડા

Views 1205

પાટણ જીલ્લાનાં સમી તાલુકામાં આવેલ કુંવર ગામમાં ડૉ.પ્રકાશભાઈ ડોડીયા જે પોતે છેલ્લા ઘણા સમયથી ડુપ્લીકેટ ડિગ્રીથી દર્દીઓ સાથે ચેડાં કરી રહ્યા છે. અને તેમના પાસે કોઈપણ પ્રકારનું મેડિકલ લાઈસન્સ પણ નથી. અને તેમના પાસે જે ડીગ્રી છે, તે પણ બીજાની કોઈકની છે. જયારે તેમની પાસે કોઈપણ જાતનો અનુભવ પણ નથી, તેમ છતાં આવા ડોકટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં જ રહેતા હોય છે, જયારે અમારાં પત્રકારો તેમની પાસે ડીગ્રી જોવા માંગી તો તેમણે ધમકાવે છે અને ગામના લોકોને ભેગા કરી દીધા હતા.

અને જે મહાત્મા ગાંધીજીનો દેશ છે, તેવા દેશમાં શુ આવા ડિગ્રી વગરના ડૉક્ટર છે કે શુ..? આવા સવાલ વારંવાર ઉભા થતાં હોય છે. અને આ સરકાર શું કરી રહી છે..? શુ આરોગ્ય કેન્દ્રની આખો બંધ થઈ ગઈ છે..? આમ ને આમ જો ગુજરાતમાં આવા જ ડુપ્લીકેટ ડિગ્રી લઈને ડૉક્ટર બની જશે તો લોકોના સ્વાસ્થ્યનું જવાબદારીઓ કોણ લેશે..?

આવા ડોક્ટરોના કારણે કોઈકવાર દર્દી સાથે કોઈ ખોટી રીતે દવા કરી દેશે તો શું થશે..? આની જવાબદારી કોણ લેશે..? આવા ડોકટરો દ્વારા કોઈ વાર દર્દી જીવન-મરણના વચ્ચે હશે તો ગુજરાત સરકારની જવાબદારી બની શકે છે…? ગુજરાત રાજ્યના આરોગ્ય તંત્રની બેદરકારી સામે આવી છે..? તો આવા ડોકટરોથી સાવધાન રહેવાની જરૂર છે.

રિપોર્ટર – કિરણ પટેલ

Happy
Happy
40 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
20 %
Angry
Angry
40 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *